<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th February 2025

લોકલ ફંડના સબ ઓડીટર ક્રિપાલસિંહ જાડેજાનો જન્‍મદિન

રાજકોટ, તા.૧૭: શહેર બહુમાળી ભવન ખાતે લોકલ ફંડમાં સબ ઓડિટર તરીકે ફરજ બજાવતા ક્રીપાલસિંહ જાડેજાનો આજે જન્‍મદિવસ છે. મૂળ કોટડા સાંગાણી તાલુકાના માણેકવાડા ગામના વતની અને નિવળત્ત એએસઆઈ લખધીરસિંહ જાડેજાના પુત્ર   ક્રીપાલસિંહ જાડેજા બહુમાળી ભવન ખાતે વર્ષ ૨૦૧૩માં જિલ્લા તિજોરી કચેરીમાં ક્‍લાર્ક તરીકે પસંદગી પામેલા અને હાલ લોકલ ફંડમાં સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. તેમજ ગુજરાત રાજ્‍ય હિસાબી સેવા કર્મચારી મંડળના સંગઠન મંત્રી અને ગુજરાત રાજ્‍ય કર્મચારી મહામંડળના રાજકોટ જિલ્લાના પ્રમુખ તરીકે સેવાઓ આપી કર્મચારીના પ્રશ્‍નોનું નિરાકરણ લાવવામાં અગ્રેસર છે. ક્રિપાલસિંહ જાડેજા મળતાવડા સ્‍વભાવના કારણે બહોળું મિત્ર વર્તુળ ધરાવે છે. ક્રિપાલસિંહ જાડેજાના આજે જન્‍મદિવસે સગા સંબંધી, કર્મચારી અને મિત્ર વર્તુળ દ્વારા મોબાઈલ નંબર પર શુભેચ્‍છા પાઠવવામાં આવી રહી છે.

(3:03 PM IST)