તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Sunday, 2nd February 2025
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં પુર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન બીપીનભાઈ અઢિયાનો આજે જન્મદિવસ

રાજકોટ: રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં પુર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને વોર્ડ નંબર 2ના પૂર્વ કોર્પોરેટર બીપીનભાઈ અઢિયાનો આજે તા.2 ફેબ્રુઆરીના જન્મદિવસ છે. તેઓએ યશસ્વી જીવનના મંગલ 70માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.ગળથુથીમાં જેમને રાષ્ટ્રપ્રેમ દેશભક્તિના સંસ્કાર મળેલ તેવા રાષ્ટ્રવાદના રંગે રંગાયેલ સંઘના સંનિષ્ઠ સ્વયંસેવક, વિશાળ મિત્ર વર્તુળ અને વ્યાપક સંબંધો ધરાવતા સુખ દુઃખના સાથી સક્રિય અભ્યાસુ, જાગૃત રાજકોટ ભાજપ ના નિવડેલા કસાયેલા આગેવાન સતત લોક પ્રશ્ન ઉકેલવા અગ્રેસર રહ્યા છે. તેઓ અનેક સામાજીક સંસ્થાઓ સાથે જોડાયેલ છે. આજે પણ મહાનગર પાલિકામાં તે સમયમાાં થયેેલ સ્ટેન્ડિંગ કમિટી ચેેરમેન તરીકેની નવી નવી યોજનાઓ લોક મુખે ચર્ચાઈ રહી છે. આજે તેઓના જન્મદિવસે રાજકીય, સામાજીક તથા મનપાના પદાધિકારીઓ, અધિકારીઓ, આગેવાનો, કર્મચારીઓ, કાર્યકર્તાઓ તથા મીત્રો, શુભેચ્છકો તેમજ પરિવરજનો મો.નં. 6353503679 ઉપર શુભેચ્છા પાઠવી રહ્યા છે.
(7:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
