<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th January 2025

પ્રણવાનંદજી સંસ્‍કૃત પ્રચાર ટ્રસ્‍ટના કૌશીકકુમાર છાયાનો કાલે જન્‍મ દિન

રાજકોટઃ સ્‍વામી શ્રી પ્રણવાનંદજી સંસ્‍કૃત પ્રચાર ટ્રસ્‍ટના મંત્રી સંસ્‍કૃત અને સંસ્‍કૃતિના પચાર અને પ્રસાર માટે સતત કાર્યરત શ્રી કૌશિકકુમાર ઉમાકાંત છાયાનો તા. ૩૦ ના રોજ જન્‍મ દિવસ છે. તેઓ ટ્રસ્‍ટમાં ૩૧ વર્ષથી માનદ સેવા આપી રહ્યા છે. તેઓના આધ્‍યાત્‍મિક પ્રવચનો પણ યોજાય છે. તેઓ ભારત સેવક સમાજ, જિલ્લા ગ્રાહક સુરક્ષા, લોકવિજ્ઞાન કેન્‍દ્ર, શ્રી રાજકોટ સમસ્‍ત નાગર જ્ઞાતિ સર્વમંગલ ટ્રસ્‍ટ, પી.સી.વૈદ્ય એસ્‍ટોનોમિકલ, એસ્‍ટ્રોફિઝિકલ એંડ સ્‍પેસ સાયન્‍સ રિસર્ચ ઇન્‍સ્‍ટીટયુટ, રાજકોટ, સ્‍ટડીઝ રિસર્ચ ઓફ સાયન્‍સ ઇન એન્‍સીસયન્‍ટ ઇન્‍ડિયા વિથ મોર્ડન સાયન્‍સ, જેવી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે. તેઓ આકાશવાણી દ્વારા ૧પ૦ જેટલી રત્‍નકણિકાઓ અને વાર્તાલાપો તથા કરૂણા ટોકસ દ્વારા પ્રસારિત થયેલ છે. આ ટ્રસ્‍ટ દ્વારા વેદ ઉપનિષદ દર્શન સાહિત્‍ય શ્રીમદ ભાગવદ ગીતા વગેરે વિષયો પર વિદ્વવાનોના વ્‍યાખ્‍યાનો જેવા વિવિધ કાર્યક્રમો ૪૮ વર્ષથી શ્રી પ્રણવાનંદ સંસ્‍કૃત ભવન, રેઇસ કોર્ષ ખાતે યોજાય છે. તેઓ પી.જી.વી.સી.એલ.માં ૪૦ વર્ષ વિવિધ વિભાગોમાં કાર્ય કરી અને કોર્પોરેટ ઓફિસ આઇ.ટી. વિભાગમાંથી નિવૃત્ત થયેલ છે. મો. ૯૮ર૪૯ ૦૧૦પ૧ (૩૬-

(3:08 PM IST)