<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th January 2025

રાજયના નિવૃત્ત અધિક મુખ્‍ય સચિવ રાજગોપાલનો જન્‍મદિન

રાજકોટના એક સમયના મ્‍યુ. કમિશનર

રાજકોટ : ગુજરાતના નિવૃત્ત અધિક મુખ્‍ય સચિવ (આઇ. એ. એસ. ૧૯૮૭) શ્રી રાજગોપાલનો જન્‍મ તા. ર૯ જાન્‍યુઆરી ૧૯પ૯ ના દિવસે થયેલ. આજે યશસ્‍વી જીવનના ૬૭માં વર્ષના દ્વારે પહોંચ્‍યા છે.

મૂળ ઉત્તર પ્રદેશના અલ્‍હાબાદના વતની શ્રી રાજગોપાલે ગુજરાતમાં વહીવટી ક્ષેત્રે ૩ દાયકાથી વધુ સમયથી સેવા આપી છે. તેઓ ભાવનગર જિલ્‍લા વિકાસ અધિકારી, અમરેલી જિલ્લા કલેકટર, રાજકોટ મ્‍યુનિસિપલ કમિશનર, રાજયમાં મનોરંજન કર કમિશનર, સ્‍પેશ્‍યલ સેલ ટેક્ષ કમિશનર, વિકાસ કમિશનર, એસ. ટી. નિગમમાં અને ઉર્જા વિકાસ નિગમમાં મેનેજીંગ ડીરેકટર, બંદર અને વાહન વ્‍યવહાર વિભાગમાં અધિક મુખ્‍ય સચિવ વગેરે સ્‍થાનો પર ફરજ બજાવી છે. નિવૃત્તિ બાદ ગુજરાત મુલ્‍કી સેવા પંચના અધ્‍યક્ષ તરીકે ફરજ બજાવી હતી. હાલ નિવૃત્ત છે. મો. ૯૯૭૮૪ ૦૬૦પર ગાંધીનગર

(3:41 PM IST)