તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th January 2025
ગામ ત્રંબા, નામ નિશિત, અટક ખૂટ, સેવાકાર્ય અખૂટઃઆવતીકાલે જન્મદિન
રાજકોટ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પર શુભેચ્છા વર્ષા

રાજકોટઃ ત્રંબા (કસ્તુરબાધામ) નિવાસી તરવરિયા જાણીતા જનસવક રાજકોટ તાલુકા કોંગ્રેસના પ્રમુખ શ્રી નિશિત બાબુભાઇ ખૂટ માટે આવતીકાલે વિશેષ યાદગાર દિવસ ઉગશે. તેમનો જન્મ તા. ૨૬ જાન્યુઆરી ૧૯૮૭ ના દિવસે થયેલ આવતીકાલે ૩૯ માં વર્ષના દ્વાર ખટખટાવશે.
નિશિત ખૂટ (પટેલ) વર્ષોથી જાહેર જીવનમાં છે. ભૂતકાળામાં ૭૧ ગ્રામ્યના કોંગ્રેસના સંયોજક રહી ચૂકયા છે. તે હાલ ત્રંબા બેઠક પરથી રાજકોટ તાલુકા પંચાયતમાં ચૂંટાઇને વિપક્ષી નેતા તરીકે કાર્યરત છે. તેમનો વ્યાપક જનસંપર્ક છે. તેઓ સમગ્ર તાલુકામાં કોંગ્રેસનું સંગઠન ખૂબ મજબૂત બનાવવા કાર્યરત છે. કાલના જન્મદિન નિમિતે તેમના પર આજથી જ શુભેચ્છા વર્ષા શરૂ થઇ ગઇ છે.
મો. ૮૦૦૦૫ ૬૪૬૯૩ ત્રંબા (રાજકોટ)
(11:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
