<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st January 2025

જીલ્લા પંચાયતનાં પૂર્વ સભ્‍ય વલ્લભભાઇ કાલરીયાનો જન્‍મદિન

 

(કૃષ્‍ણકાંત ચોટાઇ દ્વારા) ઉપલેટા તા. ર૧ :.. રાજકોટ જિલ્લા પંચાયતના માજી સભ્‍ય તથા કોટક સાયન્‍સ કોલેજ રાજકોટના માજી જી. એસ. તેમજ રાજકોટ જિલ્લા આચાર્ય સંઘના માજી પ્રમુખશ્રી તથા જૂની આલ્‍ફ્રેડ હાઇસ્‍કુલ રાજકોટના માજી પ્રમુખશ્રી વલ્લભભાઇ કાલરીયાનો આજે જન્‍મ દિવસ છે. આજે ૮૦માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ એ જુદા-જુદા ગામોની હાઇસ્‍કુલમાં આચાર્ય તરીકે ફરજો બજાવેલ છે. તેમજ ઘણા ગામોમાં ફરજ દરમ્‍યાન ગામમાં હાઇસ્‍કુલ બંધાવવામાં સખ્‍ત મહેનત કરેલ છે. તેઓએ કાયમી ધોરણે સમાજ, જ્ઞાતિ, સંગઠનોમાં સાથ આપેલ છે.

(4:26 PM IST)