News of Saturday, 18th January 2025
કાલે અધિક કલેકટર પ્રદીપસિંહ રાઠોડનો જન્મદિન

રાજકોટઃ રાજયના અધિક કલેકટર કક્ષાના અધિકારી શ્રી પ્રદીપસિંહ બી.રાઠોડનો જન્મ તા.૧૯ જાન્યુઆરી૧૯૭૩ના દિવસે થયેલ. આવતીકાલે પ૩ માં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ મૂળ મોરબીના વેજલપુર ગામના વતની છે.
શ્રી પ્રદીપસિંહ રાઠોડ ભૂતકાળમાં ગાંધીનગર અને જુનાગઢમાં ડે. મ્યુ. કમિશનર, મહેસાણામાં ડે.ડી.ડી.ઓ. અને ડે.કલેકટર, કલોલ અને વેરાવળ સોમનાથમાં પ્રાંત અધિકારી, મહેસાણા, અરવલ્લી અને પાટણમાં નિવાસી અધિક કલેકટર, ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપુતના અંગત સચિવ વગેરે પદ પર રહી ચુકયા છે. હાલ નવી નિમણુંક માટે પ્રતિક્ષા હેઠળ છે. મો. ૯૯રપર ૩ર૩૭૩ ગાંધીનગર
(11:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
