<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th January 2025

તુષાર પંડયા રંગાઇ ગયા રંગમાં, વિવિધ ક્ષેત્રના સંગમાં: હેપ્‍પી બર્થ ડે

શેઠ હાઇસ્‍કુલના આચાર્ય માટે ખીલ્‍યા શુભેચ્‍છાના ફુલડા

રાજકોટ તા. ૧૫: મ્‍યુનિ. કોર્પોરેશન સંચાલીત પી. એન્‍ડ ટી.વી.શેઠ હાઇસ્‍કૂલના આચાર્ય ડો. તુષાર પંડયાનો આજે તા. ૧૫ના જાન્‍યુઆરીના જન્‍મ દિવસ છે. તેઓએ યશસ્‍વી જીવનનાં બાવનમાં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. તેઓ વિદ્યાર્થી કાળથી જ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં જોડાઇ રાષ્‍ટ્રવાદે રંગાયેલ છે. શિક્ષણ ક્ષેત્રે આગવું સ્‍થાન ધરાવે છે.  તેઓએ બીએસસી, એમએસસી, બીએડ્‍. તથા પીએચડી. એમ.એડ્‍. સુધીનો અભ્‍યાસ કરેલ છે.

તેઓ હાલ શહેર આચાર્ય સંઘના  મંત્રી, રાષ્‍ટ્ર સંવર્ધન મંડળના ટ્રસ્‍ટી તથા નાગરિક બેંકનાં માર્ગદર્શક સભ્‍ય અને ડેલીગેટસ સહિતની વિવિધ જવાબદારીઓ સંભાળી રહ્યા છે. વિદ્યાર્થી પરિષદનાં જીલ્લા પ્રમુખ, પ્રદેશ ઉપપ્રમુખ સહિતની વિવિધ જવાબદારીઓ સંભાળી છે. જાહેર જીવન ક્ષેત્રો ઉપરાંત અનેક સામાજીક સંસ્‍થા સાથે સંકળાયેલ છે. આજે તેમના જન્‍મ દિવસે સામાજીક રાજકીય આગેવાનો, મિત્રો, શુભેચ્‍છકો, પરિવારો દ્વારા (મો. નં. ૯૪ર૭૪ ૩૩૩૩૯) પર શુભેચ્‍છા વર્ષા થઇ રહી છે.

(4:17 PM IST)