<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th January 2025

રાજકોટમાં લોકકલ્‍યાણનો ઇતિહાસ સર્જનાર એસ. જગદીશનનો જન્‍મદિન

પૂર્વ મ્‍યુ. કમિશનર અને પૂર્વ કલેકટરનો ૭૩માં વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ શહેર જિલ્લામાં વહીવટી ક્ષેત્રે અનેરો પ્રભાવક ઇતિહાસ સર્જનાર આઇ.એ.એસ. કેડરના નિવૃત જાંબાઝ અધિકારી શ્રી એસ. જગદીશન માટે આજે વિશેષ યાદગાર દિવસ છે. તેમનો જન્‍મ ૧૯પ૩ના વર્ષની તા. ૧પ જાન્‍યુઆરીએ થયેલ આજે તેમણે યશસ્‍વી જીવનના ૭૩માં વર્ષનું સ્‍વાગત કર્યું છે. હાલ અમદાવાદમાં એકદમ સ્‍ફુર્તિમય નિવૃત જીવન પસાર કરી રહ્યા છે. કાયદાનો પૂરતો અભ્‍યાસ કરીને તેના યોગ્‍ય અર્થઘટન સાથે લોકહિતમાં ઉપયોગ કરવાના તેમના અભિગમને લોકો આજેય યાદ   કરી   રહ્યા છે.    તેઓ   ભૂતકાળમાં   રાજકોટ અને સુરતના મ્‍યુનિસિપલ કમિશનર, ઇંગ્‍લેન્‍ડ ખાતેના ભારતના મુખ્‍ય વહીવટી અધિકારી, ઉર્જા અને પેટ્રો કેમીકલ્‍સ વિભાગના અગ્રસચિવ, નર્મદા નિગમમાં એમ.ડી. વગેરે સ્‍થાનો પર ફરજ બજાવી ચૂકયા છે. ૧૯૯ર થી ૯૪   તેઓ    રાજકોટના કલેકટર પદે હતાં.

૧૯૮૭ના અરસામાં રાજકોટના કમિશનર પદેથી તેમની બદલી થઇ તે વખતે બદલીના વિરોધમાં રાજકોટમાં તોફાન ફાટી નિકળ્‍યા હતાં. ર૦૧૩માં અગ્રસચિવ પદેથી નિવૃત થયા હતા. મો. ૯૯૭૮૪ ૦પ૦૦૭ અમદાવાદ.

(11:58 AM IST)