તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 13th January 2025
વેરાવળના નાયબ પોલીસ અધિક્ષક વી. આર. ખેંગારનો કાલે જન્મદિન

(મીનાક્ષી ભાસ્કર વૈદ્ય દ્વારા) પ્રભાસ- પાટણ,તા.૧૩ : ગીર સોમનાથ વેરાવળ વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક વી. આર. ખેંગાર નો ૧૪ જાન્યુઆરી મકરસંક્રાંત ના પાવનકારી દિવસે જન્મદિવસ છે. તારીખ ૧૪-૧-૧૯૭૭ ના રોજ અમદાવાદ મુકામે જન્મેલા અને એમ. કોમ. સુધી અભ્યાસ કરી ગુજરાત પોલીસ દળમાં જોડાયા.
ગાંધીનગર આઈ બી જામનગર, ભાવનગર, ખેડા, નડિયાદ, કચ્છ, ભુજ, જુનાગઢ સ્ટેટ આઈ. બી. ત્યારબાદ ગીર-સોમનાથ જિલ્લા વેરાવળ ખાતે હાલ નાયબપોલીસ અધિક્ષક તરીકે કાર્યરત છે.
બાહોશ પેપર વર્ક અને કુનેહથી તથા જિલ્લા પોલીસવડા ના માર્ગદર્શન હેઠળ અને સ્ટાફના સહકારથી અનેકવિધ ગુનાહો ઉકેલ્યા કડકાઇ છતાં લોકશાહી અભિગમ તથા સારો સ્વભાવ તેમની આગવી ઓળખ છે. ઓછું બોલવું અને કામ કરવું તેમને સારી કામગીરી બદલ રાજ્યના ડી.જી. નો પ્રશંસા એવોર્ડ પણ તાજેતરમાં મળેલ છે. તેમના જન્મદિનને ઠેર-ઠેરથી અભિનંદન શુભેચ્છાઓ નો વરસાદ મોબાઈલ નંબર ૯૯૭૮૪ ૦૭૯૬૮ ઉપર થઈ રહ્યો છે.
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
