તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th January 2025
ભાજપ અગ્રણી રાજુભાઇ બોરીચાનો આવતીકાલે જન્મદિનઃ ૬૫માં વર્ર્ષમાં પ્રવેશ

રાજકોટઃ આવતીકાલે રાજુભાઇ બોરીચાનો જન્મદિવસ.જૂના વોર્ડ નં૭ થી યુવા ભાજપ પ્રમુખ થી કારકીર્દી શરૂ કરીને મવડી નગર પંચાયત સભ્ય થી લઇને પાંચ વખત ભાજપના મેન્ડેટ ઉપર ચૂંટણી લડીને રાજકોટ મહાનગરપાલિકામાં રોશની સમિતિ, વોટર વર્કસ સમિતિ બાંધકામ સમિતિ સહિત અનેક સમિતિઓમાં ચેરમેન તેમજ જવાબદારી સંભાળી હતી. શ્રી યદુનંદન આહીર કેળવણી મંડળના ઉપપ્રમુખ તરીકે વર્ર્ષોથી જવાબદારી સંભાળી રહ્યા છે.૧૯૯૬ થી મવડી રોડ ઉપર જનસંપર્ક કાર્યાલય શરૂ કરીને લોકસેવા ના કામ કરી રહ્યા છે ભાજપના સંગઠનમાં પણ ૨૦૧૫ તી વિધાનસભા ૭૧ રાજકોટ ગ્રામ્ય ના ઇન્ચાર્જ તરીકે કામ કર્યુ હતુ બે ટર્મ સુધી રાજકોટ ના વોર્ડનં ૧૩ ભાજપ પ્રભારી તરીકે પણ સેવા આપી ચૂકયા છે. તેઓનો જન્મ ૧૨ જાન્યુઆરી ૧૯૬૧ આંકોલવાડી ગીર મુકામે જન્મ થયો હતો.રાજુભાઇ જીવનના ૬૪ વર્ષ પુરા કરીને ૬૫માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે.તેઓને જન્મદિનની શુભેચ્છાઓ મળી રહી છે.
(3:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
