તા. ૧૦ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૧૩ ગુરૂવાર
News of Saturday, 11th January 2025
ગુજરાત વકફ બોર્ડના ડીરેકટર આસીફ સલોતનો કાલે જન્મદિન

રાજકોટઃ ગુજરાત વકફ બોર્ડના ડીરેકટર આસીફભાઇ સલોતનો કાલે જન્મદિવસ છે. ગુજરાત અલ્પ સંખ્યક નાણા અને વિકાસ નિગમના પૂર્વ ડીરેકટર પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના પૂર્વ મંત્રી પોતાના જીવનના ૪૨ વર્ષ પુરા કરી કાલે રવિવાર તા.૧૨ ના રોજ ૪૩ મા પ્રવેશ કરી રહ્યા ત્યારે ઠેર ઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે. આસીફભાઇ સલોત, માતા ખૈરૂબેન સલોત તથા પિતા કાદરભાઇ સલોતના આશિર્વાદ અને તેમના જીવનમાં સંસ્કારોના સિંચનથી બાળપણથી જ ભાજપની વિચાર ધારા સાથે જોડાયેલા છે.આસીફભાઇના પિતા કાદરભાઇ સલોત ભુતકાળમાં ભાજપમાં અનેક જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક બજાવીને લઘુમતી સમાજને ભારતીય જનતા પાર્ટીની વિચારધારામાં જોડવામાં સિંહફાળો આપ્યો છે. તેને સાહેબને માન્યા હતા. શહેર ભાજપ કારોબારીમાં વિશેષ આમંત્રીત સદસ્યની સાથોસાથ સામાજીક ક્ષેત્રે પણ આગવુ પ્રદાન આપ્યા છે. રાજકોટ શહેર તાજીયા કમિટીના પ્રમુખ તરીકે, રાજકોટ શહેર જામા મસ્જીદના ઉપપ્રમુખ તરીકે, રાજકોટ શહેર યમીન કમીટીના મહામંત્રી તરીકે જવાબદારી સંભાળી લઘુમતી સમાજના ઉત્થાન માટે સતત કાર્યરત રહ્યા છે. ખાસ કરીને લઘુમતી સમાજ શિક્ષિત અને ધંધા રોજગાર ક્ષેત્રે પગભર થાય તે માટે વકફ બોર્ડ દ્વારા કાર્યરત છે. આજે તેમના જન્મ દિવસે તેમના મો.૯૮૨૫૦ ૭૮૬૦૯ ઠેરઠેરથી શુભેચ્છા મળી રહી છે.(
(3:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
