તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th January 2025
રાજકોટ તા.પં. કારોબારી ચેરમેન ભરત ડાભીનો કાલે જન્મદિવસ

રાજકોટ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન ભરતભાઈ શામજીભાઈ ડાભીનો આવતીકાલે રવિવારે તા.૧૨ના રોજ ૩૫મો જન્મ દિવસ છે. નાની ઉંમરમાં અનેકવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા ભરતભાઈ રાજકોટ શહેર ચુવાળીયા કોળી સમાજના પ્રમુખ તેમજ સંત વેલનાથ સમુહ લગ્ન સમિતિના પૂર્વ પ્રમુખ, રાજકોટ સંત વેલનાથ જન્મ જયંતિ ઉત્સવ સમિતિના પૂર્વ પ્રમુખ તેમજ બેડી ગામના પૂર્વ સરપંચ તેમજ રાજકોટ સિવિલ હોસ્પીટલની રોગી કલ્યાણ સમિતિના સભ્ય તરીકે કામ કરી ચુક્યા છે. તેમને જન્મદિવસ નિમીતે (૯૭૧૨૧ ૬૪૨૦૧) ઉપર સમાજ અગ્રણીઓ તેમજ રાજકીય આગેવાનો દ્વારા શુભેચ્છાઓ મળી રહી છે.
(11:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
