<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th January 2025

સિનિયર ટીવી જર્નાલિસ્‍ટ અને વાઇલ્‍ડ લાઇફ સિનેમેટોગ્રાફર હનીફ ખોખરનો આજે જન્‍મદિવસ

પર્યાવરણ અને વન્‍ય પ્રાણીઓના સંરક્ષણ અને સામાજિક ક્ષેત્રે નિઃસ્‍વાર્થ સેવા ક્ષેત્રે કાર્યરત

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા.૯: ટેલિવિઝન મીડિયાનું નામ આવે એટલે હનીફ ખોખર ની નોંધ લીધા વિના ચાલે જ નહિ. ગુજરાતના નામાંકિત પત્રકારોમાં મોટી નામના મેળવનાર ટેલિવિઝન જર્નાલિસ્‍ટ અને વાઇલ્‍ડલાઇફ ફિલ્‍મકાર જૂનાગઢના હનીફ ખોખરનો આજે જન્‍મ દિવસ છે, હનીફ ખોખર એક એવા જમીન ઉપરના પત્રકાર છે જેમણે પત્રકારિતા ની સાથે પર્યાવરણ જતાં અને વન્‍ય પ્રાણીઓ ના સંરક્ષણ ઉપર અદભુત અને નોંધનીય સેવાઓ પ્રદાન કરી રહ્યા છે, એટલું જ નહિ સામાજિક ક્ષેત્રે પણ ઉમદા સેવાકીય પત્રકારીતાનું દાયિત્‍વ નિભાવી રહ્યા છે.

૯ જાન્‍યુઆરી ૧૯૬૮ના રોજ અમરેલી જિલ્લાના બગસરા ગમે હનીફ ખોખરનો જન્‍મ થયો હતો, તેઓને પહેલેથી જ પત્રકાર બનવાનો શોખ હતો, એટલે તેઓ બાળપણથી સમાચારની દુનિયાને જાણવાનો પ્રયત્‍ન કરતા હતા અને સમાચાર જગત સાથે એક શ્રોતા જોડાયેલા રહેતા હતા તે વખતે રેડીઓનો જમાનો હતો એટલે ભારત અને વિશ્વના દેશોના રેડિયો સર્વિસ સાંભળવાનો શોખ હતો. અને તેઓનું સપનું ૨૦૦૦માં સાકાર થયું હતું. ભારત દેશની સૌથી પહેલી ખાનગી ટેલિવિઝન સમાચાર સંસ્‍થા ઝી ન્‍યૂઝ જોડાવાનો મોકો મળ્‍યો અને તે ઓ ટેલિવિઝન જર્નાલિસ્‍ટ બની ગયા હતા. હનીફ ખોખર મૂળ રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી અને જાદુગર કે લાલની ભૂમિ બગસરા ગામના વાતની છે, પછી તેઓ અમરેલીમાં અને ત્‍યાર પછી જૂનાગઢમાં સ્‍થાઈ થયા છે.

હનીફ ખોખરે સૌપ્રથમ પ્રસિધ્‍ધ અખબારો સાથે જોડાઈને પોતાની કામગીરી કરી હતી, જેમાં ૧૯૯૦ અકિલા, ફૂલછાબ જેવા અખબારોમાં પ્રેસ ફોટોગ્રાફર તરીકેની કારકિર્દી શરૂ કર્યા પછી વર્ષ ૨૦૦૦થી ઝી ન્‍યૂઝ સાથે ટેલિવિઝન ન્‍યૂઝ ચેનલ સાથે કારકિર્દીની શરૂઆત કરી હતી, હંમેશા વાદવિવાદથી દૂર રહીને હકારાત્‍મક પત્રકારિતા કરનાર હનીફ ખોખરે ઝી નેટવર્ક ઉપરાંત ભારત ની અગ્રણી ન્‍યૂઝ એજન્‍સી ANI (એશિયન ન્‍યુઝ ઇન્‍ટરનેશનલ) PTI (પ્રેસ ટ્રસ્‍ટ ઓફ ઇન્‍ડિયા), ઇન્‍ડિયા ટીવી, આજતક, એનડીટીવી, CNN-IBN સહિતની અગ્રણી ન્‍યૂઝ ચેનલ સાથે કામ કરી ચુકયા છે, તેઓ ઘણા સમય થી BBC અને દૂરદર્શન સાથે કામ કરી રહ્યા છે.

૧૯૮૮થી અકિલા અને ફૂલછાબ જેવા સૌરાષ્‍ટ્રના અગ્રીમ અખબારોમાં પ્રેસ ફોટોગ્રાફરનું કામ કર્યું, અકિલા પરિવારના કિરીટ કાકા ગણાત્રા અને અજીતભાઈ ગણાત્રા એ અને તેજ વખતે ફૂલછાબમાં મારા પિતાના મિત્ર વજુભાઇ ગોરસીયા પહેલીવાર પ્રેસ ફોટોગ્રાફરનું કાર્ડ આપ્‍યું હતું, ત્‍યાર પછી ૧૯૯૯માં રાજકોટના જયહિન્‍દ પરિવારના રાજુભાઈ શાહ અને ટેલિવિઝન જર્નાલિસ્‍ટ સુરેશભાઈ પારેખની મદદ થી ઝી નેટવર્કની આલ્‍ફા ટીવી ગુજરાતી ટીવી ચેનલ જોડાઈ ગયા હતા અને ૨૦૦૦ની સાલ થી ટીવી જર્નાલિસ્‍ટ બની ગયા. હનીફ ખોખર ગરવા ગિરનારની ગોદમાં આવેલા જૂનાગઢ શહેરમાં સ્‍થાઈ થયેલા છે, પત્‍ની સાજીદાબેન ખોખર યોગ અને પ્રાણાયામના શિક્ષક છે, ૨૦૦૭થી જૂનાગઢમાં બાબા રામદેવ સાથે જોડાઈને પતંજલિ યોગ સમિતિ અને ભારત સ્‍વાભિમાન ના કાર્યકર છે, અને જૂનાગઢમાં પતંજલી ચિકિત્‍સાલય અને પતંજલિ મોલ ધરાવે છે અને અને લોકોને નિઃશુલ્‍ક યોગ શિખવે છે, પુત્ર હસરત ખોખર, આર્કીટેક છે અને આકાર આર્કીટેકના નામથી ફાર્મ ચલાવે છે. પુત્રવધુ ડૉ. સાહિસ્‍તા ખોખર, ડેન્‍ટિસ્‍ટ છે. જ્‍યારે પુત્રી કુ. તમન્ના ખોખર ઈન્‍ટીરિયર ડિઝાઈનર છે. જે વૂડએજ ઇન્‍ટિરિયર ના નામથી કલાનું પ્રદર્શન કરી રહ્યા છે. આજે હનીફ ખોખર નો જન્‍મ દિવસ છે ત્‍યારે તેમના મિત્રો અને શુભેચ્‍છકો દ્વારા મોબાઈલ નંબર ૯૪૨૬૪ ૫૭૨૬૪ પર અભિનંદનની વર્ષ થઇ રહી છે.

(1:39 PM IST)