News of Thursday, 7th November 2024
કમલેશ જોષીપુરાની સ્નેહની કડી, સર્વથી વડી : હેપ્પી બર્થ ડે

રાજકોટ : સૌરાષ્ટ્રના જાહેર જીવનના જુના અને જાણીતા અગ્રણી ડો. શ્રી કમલેશ જોષીપુરા માટે આજે અન્ય દિવસોથી અનોખો દિવસ છે. તેમનો જન્મ ૧૯પ૯ના વર્ષની ૭ નવેમ્બરે થયેલ. આજે વાઇબ્રન્ટ જીવનના ૬૬માં વર્ષના દ્વારે ટકોરા માર્યા છે. પ્રોફેસર જોષીપુરા જાહેર જીવનના અદકેરા, અનુભવી અને અદ્વિતીય આગેવાન છે.
રાજકોટ શહેર ભાજપના અધ્યક્ષ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ, ટીચર્સ યુનિવર્સિટીના કુલપતિ વગેરે સ્થાનો પર તેમનું ઉલ્લેખનીય યોગદાન છે. તેમને ગોરવવંતા અનેક સન્માન થયેલા છે. ઇન્ડિયન લો ઇન્સ્ટીટયુટના સભ્ય છે. પ્રભાવશાળી વકતા છે. બહુમુખી પ્રતિભા તરીકે જાણીતા શ્રી કમલેશ જોષીપુરા પર જન્મદિનની શુભેચ્છા વરસી રહી છે. મો. ૯૮ર૪ર ૧ર૦૩૩, રાજકોટ.
(3:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
