<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th September 2024

બીએસએનએલના નિવૃત્ત ડીજીએમ કે.એન.પટેલ (કનુકાકા)નો જન્‍મદિવસ

રાજકોટ : બીએસએનએલ.ના કનુકાકા (કે. એન. પટેલ)નો આજે જન્‍મદિવસ છે. તેઓ ૧૯૭૮-૭૯ માં વડીયામાં ટેલીફોન ઓપરેટર તરીકે સૌપ્રથમ ડીઓટીમાં જોઇન્‍ટ થયા અને પ્રતિઉત્તર પરીક્ષા આપીને સ્‍ટેપ બાય સ્‍ટેપ પ્રમોશન સાથે રાજકોટમાં જ ડીજીએમ તરીકે નિવૃત્ત થયા.

ઓપરેટર બાદ પ્રથમ પરીક્ષા ઉર્તિણ કરી ૧૯૮૦ માં મુંબઇ શહેરમાં જેઆઇ તરીકે ટ્રેનીંગ પુરી કરી ત્રણ વર્ષ સુરતમાં ફિલ્‍ડ ટ્રેનીંગ લઇને સીધા રાજકોટ જયુબેલી બાગમાં પોસ્‍ટીંગ થયેલ. ૧૯૯૮ સુધીમાં લગભગ દરેક ક્ષેત્રનો અભ્‍યાસ કરી અને તેમનો સહયોગ ડીપાર્ટમેન્‍ટને આપેલ છે. ૧૯૯૮ માં એસડીઓ સબ ડીવી. ઓફીસર તરીકે જામનગર જીલ્લામાં પોસ્‍ટીંગ થયેલ. તેઓ જામનગર જેવા ગીચ સીટીમાં અઘરૂ કેબલનું નેટવર્ક પુરૂ કરવામાં અસંખ્‍ય પોતાનો ફાળો આપેલ. તેમની સેવાની કદર કરીને તેમનું પોસ્‍ટીંગ કાલાવડ ગામ અને ગ્રામ્‍યની જવાબદારી આપેલ જે કર્તવ્‍યનિષ્‍ઠ અને ક્ષમતા ધૈર્યથી કાલાવડ તાલુકાને ટેલીકોમ ક્ષેત્રે આગળ લાવવામાં ઘનીષ્‍ઠ સેવા આપીને ફરીવાર ર૦૦૧ માં હોમટાઉન રાજકોટમાં પોસ્‍ટીંગ થયેલ. ર૦૦૧ થી ર૦૧ર સુધી ત્રીજુ પ્રમોશન લઇને રાજકોટમાં વિવિધ પોસ્‍ટ (ડીઇ કોમ્‍પ્‍યુટર) એજીએમ, પીઆર. સીટી, એજીએમ(એમઆઇએસ), ઇબી જેવા મહત્‍વના ખાતા સંભાળેલ. ૧૦ વર્ષના ટેન્‍યોરમાં ફરી ર૦૧ર માં વલસાડ ડીસ્‍ટ્રીકટમાં વાપી, સેલવાસ, દમણમાં પોસ્‍ટીંગ થયેલ. કે. એન. પટેલને વાપીમાં વીઆઇપી સૌરાષ્‍ટ્ર, એએસએસઓ, લોકલ એમ.પી., એમ.એલ.એ. દરેકે તેમની સેવાની કદર કરી હતી. ફરીથી ર૦૧૪ માં હોમટાઉન રાજકોટમાં પોસ્‍ટીંગની સાથે ધોરાજીમાં ગ્રામ્‍ય તથા સીટીમાં પોસ્‍ટીંગ થયેલ ત્‍યારપછી રાજકોટ સીટી લોહાનગરમાં ડીજીએમ (ડેપ્‍યુટી જનરલ મેનેજર) તરીકે એડમીન લીગલ જનરલ, ઇબી., એમ.આઇ.એસ., વીપીટી જેવા જવાબદારી વાળા હોદામાં અવિરત કાર્ય કરીને ર૦૧૮ માં નિવૃત્ત થયેલ. મો. ૯૪ર૬૭ ૮૩૭૮૩.

(11:55 AM IST)