તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૭, મંગળવાર
News of Tuesday, 17th September 2024
યુ-ટયૂબના જાણીતા વિડીયો સિંગર દીપશિખા ચૌધરીનો આજે જન્મદિવસ : અભિનંદન વર્ષા
દેશભકિત, વિવિધ રાજ્યોના લોકગીતો અને હિન્દી ફિલ્મોના ગીતો... રીલમાં તેમના વિશાળ પ્રશંસકો દ્વારા અભિનંદન અવિરત ચાલુ

રાજકોટ : આજે પોતાના મધુર કંઠથી વિવિધ ભાષાઓમાં દેશ ભક્તિ, ભક્તિ સંગીત, હિન્દી ફિલ્મોના નવા જૂના ગીતો ગાઈ યુ ટયુબ પર ખૂબ લોકપ્રિય બનેલા દીપ શિખાજી અજય ચૌધરીનો આજે જન્મ દિવસ છે.
તેમના ગીતો માફક રીલ બનાવી તેમાં કોઈપણ ગીતો પર કોઈ કુશળ કલાકાર માફક જયારે તેઓ માત્ર ગીતો ગાવાનો અભિનય કરે છે ત્યારે તેમના અભિનયમાં ખૂબ પરફેકશન જોવા મળે છે, તેમના ગીત સંગીતના શુભેચ્છકો દ્વારા ગુજરાત સહિત વિવિધ રાજયોમાંથી અભિનંદન અવિરત વર્ષી રહ્યા છે.
અત્રે એ યાદ રહે કે દીપ શીખાજી વિશ્વભરની આર્ટ ગેલેરીઓમાં જેમના અદભુત એબસ્ટેકટ ચિત્રો ધૂમ મચાવી રહ્યા છે, તેવા અમદાવાદના લોકપ્રિય સ્પેશ્યલ પોલીસ કમિશનર અજય ચૌધરીનાં ધર્મ પત્ની છે.
(11:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
