<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th September 2024

અકિલા પરિવારના જગદીશભાઇ ગણાત્રાનો આજે જન્‍મ દિવસઃ ૭૧માં વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ અકિલા પરિવારના વરિષ્‍ઠ પત્રકાર, લેખક અને જાણીતા કોલમિષ્‍ટ જગદીશભાઇ ગણાત્રાનો આજે જન્‍મ દિવસ છે તેમને તંદુરસ્‍ત જીવનની શુભેચ્‍છાઓ શુભેચ્‍છકો દ્વારા આપવામાં આવી રહી છે.

સંબંધોની વિપુલ સંપતિ ધરાવતા જગદીશભાઇ ગણાત્રા વર્ષોથી કોઇ પદ મેળવવાથી દૂર રહી સામાજિક કાર્યોમાં વર્ષોથી સક્રિય રહ્યા છે. લોહાણા સેવા મંડળના શ્રી કૃષ્‍ણ ચિકિત્‍સાલયથી તેમના જાહેર જીવનના બીજ રોપાયા હતા.

ફુલછાબનાં ચીફ રિપોર્ટર અને પત્રકારિત્‍વ જગતના ભીષ્‍મ પિતામહ જેવા જેમની પાસે સમાચારોનું અદભુત કલેકશન હતું. તેવા પિતા સ્‍વ. વેલજીભાઇ ગણાત્રા પાસે તાલીમ સાથે તેમની પાસેથી સમાચારના અદભુત સંગ્રહ, સંબંધો કેળવવાનું જ્ઞાન, પ્રમાણિકતા વિગેરે ગુણો મળ્‍યા જે ખૂબ ઉપયોગી થયાં.રાજય પોલીસ તંત્રના આઇપીએસ અધિકારીઓ સાથે રાજયના ટોચના આઇપીએસ, ઘણા આઇપીએસ, ઘણા આઇએએસ, વિગેરે સાથે પારિવારિક સંબંધો છે, તેમની કોલમ યે સચ હૈ વર્ષો સુધી લોકપ્રિય રહેલ. (મોબાઇલ નંબર ૯૮ર૪પ ૩૭૮૯૦)

(4:11 PM IST)