<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th September 2024

રાજગોર બ્રહ્મ સમાજના સેવાભાવી પ્રદિપકુમાર બોરીસાગરનો જન્‍મદિન

 

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૧૦: સમસ્‍ત બ્રહ્મ સમાજ અને રાજગોર જ્ઞાતિનું ગૌરવ શ્રી‘‘બહુમુખી પ્રતિભા ધરાવનાર અને રાજ્‍ય સરકારના ખરા અર્થમાં ‘‘કર્મયોગી'' પ્રદીપકુમાર કે. બોરીસાગર નો આજે જન્‍મદિવસ છે.

પ્રદીપકુમાર કે. બોરીસાગર રાજ્‍યનાં નાણાં વિભાગના નિયંત્રણ હેઠળના હિસાબ અને તિજોરી નિયામકશ્રીનાં તાબા હેઠળની જિલ્લા તિજોરી કચેરી રાજકોટ ખાતે હિસાબનીશ ( HEAD ACCOUNTANT ) તરીકે એક સાચા અર્થમાં ‘‘કર્મયોગી'' બનીને સેવા બજાવી રહ્યા છે. એટલું જ નહીં શ્રી પ્રદીપભાઈ બોરીસાગર નાં સેવાભાવી અને લાગણીશીલ  સ્‍વભાવને  કારણે શહેરની વિવિધ સેવાકીય સંસ્‍થાઓને પણ  એક નિસ્‍વાર્થ કાર્યકર તરીકેનું તેમનું અમૂલ્‍ય યોગદાન મળી રહ્યું છે.

પ્રદીપભાઈને તેમના મો.નં.૯૮૯૮૪૮૫૭૭૭ ઉપર શુભેચ્‍છાઓ મળી રહી છે

(3:02 PM IST)