News of Friday, 6th September 2024
જુનાગઢ સ્વામિનારાયણ મુખ્ય મંદિરના ચેરમેન પી.પી.સ્વામીનો જન્મ દિવસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૬ :.. શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર રાધા રમણદેવ ટેમ્પલ બોર્ડના ચેરમેન પૂ. પુરૂષોતમપ્રકાશદાસજી (પી. પી. સ્વામી)નો આજે જન્મ દિવસ છે.
મંદિરમાં અનેક વિકાસ કાર્યો જેમની દેખરેખ હેઠળ ચાલી રહ્યા છે. જેમાં મુખ્ય મંદિરનો જીણોદ્ધાર તેમજ આરસથી મઢવાનું કામ મુખ્ય પ્રવેશ દ્વારનું નિર્માણ, નુતન ભોજનાલય નિર્માણ કાર્ય વગેરે કામો હાથ ધરવામાં આવેલ છે. અને ખુબ ઝડપી આ વિકાસ કામો પુર્ણ કરવા કટીબધ્ધ છે. તેવા પી. પી. સ્વામી આજે ૪૯ વર્ષ પૂર્ણ કરી પ૦ માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. ત્યારે સંતો અને હરિભકતો મો. નં. ૯૮૭૯૯ ૧ર૦૭ર ઉપર અભિનંદન પાઠવી રહ્યા છે.
(2:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
