<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th August 2024

મેડીકલ એજયુકેશનના ડો. એચ. એચ. અગ્રાવતનો આજે જન્‍મદિવસ

રાજકોટઃ ડો. હરિહર અગ્રાવત (ડો. એચ. એચ. અગ્રાવત)નો આજે જન્‍મ દિવસ છે. મેડીકલ એજયુકેશનમાં તેમના ભીષ્‍મ પિતામહ તરીકે ગણના છે. તેઓ જીસવનના ૭૮ વર્ષ પુર્ણ કરી ૭૯ વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. રાજકોટ, કરમસદ, વાલિયા, સુરેન્‍દ્રનગર અને ભુજ ખાતેની મેડીકલ કોલેજમાં ર૦ વર્ષ સુધી ડીન તરીકે સેવાઓ આપી અનેક તબીબો તૈયાર કર્યા છે. આ બધી કોલેજમાં એમ.બી.બી.એસ., એમ.ડી.વગેરે પદવીના જોડાણ અને અભ્‍યાસના વિકાસમાં તેમનો સિંહ ફાળો રહ્યો છે. જામખંભાળીયામાં જન્‍મેલ હરિહર અગ્રાવતથી શરૂ થયેલ ડો. એચ. એચ. અગ્રાવત સુધીની સફરમાં તેમણે મેડીકલ કોલેજમાં પ્રોફેસર, ડીન વગેરે જવાબદારી નિભાવી છે. તેઓ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી, રાજકોટના પણ ફેકલ્‍ટી ડીન રહી ચુકેલ છે. તેમના જન્‍મ દિવસે તેમને (મો. ૯૯૭૯૧ ૪ર૪૦૧) શુભેચ્‍છાનો ધોધ વરસી રહ્યો છે.

(3:45 PM IST)