<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th August 2024

જામનગર મહાનગરપાલિકાના સિનિયર મહિલા કોર્પોરેટર ડિમ્‍પલબેન રાવલનો જન્‍મદિવસ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૧૦ :  મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૨ ના કોર્પોરેટર અને ગાર્ડન અને આરોગ્‍ય સમિતિના ચેરપર્સન ડિમ્‍પલબેન રાવલનો આજે જન્‍મદિવસ છે, ડિમ્‍પલબેન ભારતીય જનતા પાર્ટી માંથી સતત બીજી ટર્મ કોર્પોરેટર છે આ પૂર્વે તેવો વોર્ડ નંબર ૫ ના કોર્પોરેટર હતા, ભાજપના સિનિયર મહિલા કોર્પોરેટર સાથોસાથ શહેરની અનેકવિધ સામાજિક અને સાંસ્‍કળતિક સંસ્‍થાઓ સાથે પણ તેવો જોડાયેલા છે, ભારત તિબ્‍બત સંઘના તેવો ઙ્કદેશ મહિલા સચિવ છે, આર્યુવેદ કોલેજમાં એન્‍ટી રેગીગ કમિટીના સદસ્‍ય, કોલેજ મેનેજમેન્‍ટ બોર્ડમાં સદસ્‍ય, ચેમ્‍બર ઓફ કોમર્સની પર્યાવરણ સમિતિમાં સદસ્‍ય, જાયન્‍ટ્‍સ ગ્રુપ ઓફ જામનગર (વેસ્‍ટ), લાયન્‍સ ક્‍લબ ઓફ જામનગર (વેસ્‍ટ) અને બ્રહ્મસમાજ માં અનેક જગ્‍યાએ સંકળાયેલા છે, તેમજ છેલ્લા ૮ વર્ષો થી તેમના દ્વારા વિશ્વ ચકલી દિવસ ઉપર શહેરના અલગ-અલગ વિસ્‍તારોમાં ચકલી બચાવો અભિયાન હેઠળ લોકોને વિનામૂલ્‍યે ચકલીના માળા નું વિતરણ કરવામાં આવે છે અને સરહદ ઉપર દેશ ની રક્ષા કરતા ફોજી ભાઈઓને જામનગરથી રાખડી મોકલવાનું દેશભક્‍તિનું કાર્ય પણ કરવામાં આવે છે, પર્યાવરણ અને દેશભક્‍તિ નું કાર્ય કરતા ડિમ્‍પલબેન ને નારીરત્‍ન એવોર્ડથી પણ સન્‍માનિત કરવામાં આવ્‍યા છે, તેમનો મોબાઈલ નંબર ૯૪૦૮૯૮૯૮૯૧ છે.

(1:39 PM IST)