તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 10th August 2024
સી.એમ. ઓફીસના અધિક સચિવ દેવેન્દ્ર ત્રિવેદીનો જન્મદિન
રાજકોટના ભૂતપૂર્વ વેંચાણ વેરા નિરીક્ષક

રાજકોટ : શ્રી દેવેન્દ્ર ત્રિવેદી, અધિક સચિવ, મુખ્ય મંત્રીના કાર્યાલય આજે ૬ર માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે.
તેમણે સરકારના વિવિધ વિભાગો મહેસુલ, સિંચાઇ, સામાન્ય વહીવટી વિભાગ, નાણા વિભાગ, સહકાર વિભાગ વગેરેમાં મહત્વની ફરજ બજાવેલ છે.
તદઉપરાંત તેઓએ મા. સુપ્રિમ કોર્ટ જસ્ટીશ શ્રી (નિવૃત) એમ. બી. શાહના અધ્યક્ષપદે રચાયેલ તપાસ પંચમાં ફરજ બજાવી હતી અને બાદમાં જસ્ટીસશ્રી એમ. બી. શાહ કાયદાપંચના અધ્યક્ષ બનતા કાયદાપંચમાં પણ જૂન ર૦૧૮ સુધી ફરજ બજાવી હતી. જૂન ર૦૧૮ થી આજ સુધી તેઓ મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયમાં અધિક સચિવ તરીકે ફરજ બજાવે છે.તદઉપરાંત શ્રી દેવેન્દ્ર ત્રિવેદીએ વર્ષ ૧૯૯૦ થી ૧૯૯૩ દરમ્યાન રાજકોટ ખાતે વેંચાણવેરા નિરીક્ષક તેમજ વેચાણ વેરા અધિકારી તરીકે પણ ફરજ બજાવી છે. (મો. ૯૯૭૮૪ ૦પ૭૯૧, ગાંધીનગર)
(11:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
