તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 10th August 2024
આરઍઆર ફાઉન્ડેશનનાં પ્રણેતા રાજદિપસિંહ જાડેજાનો જન્મદિવસ

ગોંડલઃ સૌરાષ્ટ્રભર માં સેવાકીય કાર્યો કરી રહેલા આરએઆર ફાઉન્ડેશન નાં ણેતા રાજદિપસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા (રીબડા)નો આજે જન્મદિવસ છે.નાની વયમાં સેવાકીય કાર્યો માં મોટુ કામ કરનારા રાજદિપસિંહ જીવન સફરનાં ૨૮ માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે.
આરએઆર ફાઉન્ડેશનનાં માધ્યમથી રાજદિપસિંહ જાડેજાએ આર્થિક નબળા વિદ્યાર્થીઓ ને શૈક્ષણિક મદદ,ગૌશાળા માટે અબોલજીવ ની સેવા,શિક્ષિત બેરોજગાર યુવાનોને રોજગારી અપાવવા પ્રયત્નશીલ, દર વર્ષે મેડીકલ, બ્લડકેમ્પ તથા મેડિકલ ચેકઅપ કેમ્પ નાં આયોજન કરવા,પર્યાવરણ અને જળસંરક્ષણ પ્રવળતિઓ, યુવાનોમાં રાષ્ટ્રીય ભાવના જાગળત કરી વ્યસનમુકતિ ઝુંબેશ સહિતનાં તેઓનાં કાર્યો સમાજમાં સરાહનીય બની રહ્યા છે.આજે તેઓનાં જન્મદિવસ પ્રસંગે ગોંડલ પંથકની ૪૧ ગૌશાળાઓમાં ગૌમાતાની સેવાઅર્થે ઘાસચારાનું વિતરણ તથા આર્થિક સહયોગ સાથે મેડીકલ સારવારનું આયોજન કરી અનોખીરીતે જન્મદિવસ ઉજવવા પ્રેરક આયોજન કરાયુ છે.મિતભાષી સ્વભાવથી બહોળો મિત્ર વર્ગ અને ચાહના ધરાવતા રાજદિપસિંહનાં જન્મદિવસ નિમીતે ખોબલે ખોબલે શુભેચ્છાઓ મળી રહી છે.
(11:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
