<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th August 2024

મુળ રાજકોટ જિલ્લાના હાલ અમદાવાદ એસીપી પ્રદીપસિંહ જાડેજાનો આજે જન્‍મ દિવસ

પ્રજાલક્ષી અને માનવીય અભિગમ ધરાવતા પોલીસ અધિકારી પર અભિનંદન વર્ષે છે, અનરાધાર

રાજકોટ :   આજે મૂળ રાજકોટ જિલ્લાના સૂકી સાજડીયાણીના ખૂબ જાણીતા જાડેજા પરિવારના અમદાવાદ ખાતે મદદનીશ પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવતા ખરા અર્થમાં લોકપ્રિય  ડીવાયએસપી પ્રદીપસિહ જાડેજાનો આજે જન્‍મ દિવસ છે, ગત રાત્રીના બાર વાગ્‍યાથી તેમનો મોબાઈલ (૯૮૨૫૨ ૧૫૬૮૨)  અભીનંદન સંદેશ સાથે સતત રણકી રહ્યો છે.   લીંબડી , અમદાવાદ ક્રાઇમ બ્રાન્‍ચ , વડોદરા, જૂનાગઢ કે પછી જયા ફરજ બજાવી ત્‍યાં પ્રજાલક્ષી અભિગમથી ખૂબ નામના મેળવી. રાજકોટનાં એક જાણીતા વેપારી પરિવારના પુત્રના અપહરણ પ્રસંગે તેઓએ આરોપીઓને ગણત્રીના કલાકોમાં ઝડપી લીધા હતા. આવા તો અનેક દૃષ્ટાંત છે. તાજેતરમાં અમદાવાદના સામાન્‍ય પરિવારની આખી જિંદગીની કમાઈની ચોરી થયાના ઘટનામાં ૧૦ દિવસમાં ચોરી પકડાવી મુદ્દામાલ પરત અપાયેલ.. 

જુનાંગઢના કાર્યકાળ દરમિયાન કેન્‍સર પીડિત પરિવારના બાળકોનું શિક્ષણ અધૂરું રહે તેમ હોવાનું પ્રદિપસિંહને જાણ થતાં શાળા સંચાલકોને સમજાવી ફી માફ કરાવેલ.જેની નોંધ પ્રિન્‍ટ અને ઇલેક્‍ટ્રોનિક મીડિયા દ્વારા લેવાયેલ.

(12:05 PM IST)