તા. ૨૭ માર્ચ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ચૈત્ર સુદ – ૯ શુક્રવાર
News of Friday, 9th August 2024
હૈયામાં પ્રીત, હોઠ પર સ્મિત, એ જ મનીષ રાડિયાની રીતઃ હેપ્પી બર્થ ડે
માના કી ઔરો કે મુકાબલે કુછ જયાદા પાયા નહિ મૈને, ખુશ હું કી ખુદ કો ગિરાકાર કુછ ઉઠાયા નહિ મૈને...

જો જીવન કી ધૂલ ચાટકર ખડા હુઆ હૈ તૂફાનો સે લડા ઔર ફીર ખડા હુઆ હૈ... જાહેર જીવનમાં સંઘર્ષથી સફળતા મેળવનારા અગ્રણીઓની યાદીમાં મનીષ રાડિયાનું નામ અગ્રસ્થાને છે. આજે ૯ ઓગષ્ટે તેમણે જાજરમાન જીવનના ૬૧માં વર્ષમાં કદમ માંડયા છે. રાજકોટ મહાનગરપાલિકામાં દંડક બન્યા બાદ આજે તેમનો પ્રથમ જન્મદિન છે. રઘુવંશીરત્ન મનીષ રાડિયા એટલે તેજ, તાકાત અને તરવરાટનો ઘુઘવતો દરિયો અને કોઠાસૂઝના ઉછળતા મોજા.
મનીષ રાડિયા વ્યકિત એક છે પણ વિશેષતા અનેક છે. વર્ષ ૧૯૮પ થી ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તા તરીકે કારર્કીદી જુદી-જુદી જવાબદારીઓ સંભાળેલ હતી. વર્ષ ર૦૧૩ થી વર્ષ ર૦૧૬ સુધી શહેર ભારતીય જનતા પાર્ટીનાં મંત્રી તથા મહાનગર વોર્ડ નં. ૩ નાં સંગઠન પ્રભારી તરીકે કામગીરી દીપાવેલ. વર્ષ ર૦૧પ થી રાજકોટ મહાનગરપાલિકા વોર્ડ નં. ર ના કોર્પોરેટર છે. સતત બીજી વખત ચૂંટાયા છે. વર્ષ ર૦૧પ થી વર્ષ ર૦૧૮ સુધી મહાનગરપાલિકામાં આરોગ્ય સમિતિ ચેરમેન તરીકે અને વર્ષ ર૦૧૮ થી વર્ષ ર૦ર૦ સુધી મહાનગરપાલિકામાં બાંધકામ સમિતિ ચેરમેન તરીકે જવાબદારી નિભાવી હતી. વર્ષ ર૦ર૧ ફરી વોર્ડ નં. ર ના કોર્પોરેટર તરીકે ચંૂટાયા તથા સ્ટેન્ડિંગ કમિટી સભ્ય તરીકે જવાબદારી નિભાવી. હાલ વર્ષ ર૦ર૩ થી શાસક પક્ષ દંડક તરીકે કાર્યરત છે. મતક્ષેત્ર સાથે તેમનો જીવંત જનસંપર્ક રહ્યો છે. તેઓ વૈદ્ય વિશારદ અને આયુર્વેદ રત્નની પદવી ધરાવે છે. તેમની જન્મભૂમિ ઇસ્ટ આફ્રિકા મોમ્બાસા અને કર્મભૂમિ રાજકોટ છે. હોઠ પર સ્મિત અને હૈયામાં પ્રીત એ જ મનીષ રાડિયાની રીત...
મો. ૯૮ર૪પ ૮૧૯૯૯ રાજકોટ
(12:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
