તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 8th August 2024
નિવૃત નાયબ શિક્ષણ નિયામક ધર્મેન્દ્રભાઇ સરડવાનો જન્મદિન

રાજકોટઃ ગુજરાત રાજયના પાઠય પુસ્તક મંડળના નિયામક પદેથી ગયા વર્ષે નિવૃત થયેલા શિક્ષણ વિભાગના પૂર્વ નાયબ નિયામક શ્રી ધર્મનુભાઇ સરડવાનો જન્મ તા. ૮ ઓગષ્ટ ૧૯૬પના દિવસે થયેલ આજે ૬૦માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.
શ્રી ડી. આર. સરડવા જામનગર અને ભાણવડમાં કેળવણી નિરીક્ષક, ભાણવડ સરકારી હાઇસ્કૂલમાં આચાર્ય, પોરબંદરમાં અને રાજકોટમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જી.સી.ઇ. આર. ટી. ગાંધીનગરમાં રીડર રાજય પરીક્ષા બોર્ડમાં સચિવ વગેરે પદ પર યશસ્વી કામગીરી કરી ચૂકયા છે. સરળ, માયાળુ અને મળતાવડા માનવી તરીકે જાણીતા છે. ઓછું બોલવું અને વધુ કામ કરવું તે તેમની આગવી ઓળખ છે. પાઠય પુસ્તક મંડળના કાર્યકાળ વખતે તેમણે વેકેશન ખૂલતા પહેલા જ તેમણે શાળાઓમાં પાઠય પુસ્તકો પહોંચાડી દેવાની વ્યવસ્થા ગોઠવી ઇતિહાસ સર્જયો હતો. આજે જન્મ દિન નિમિતે શુભેચ્છા વર્ષાથી ભીંજાઇ રહ્યા છે. મો. ૯૪ર૮૭ ર૪૬૬૬ ગાંધીનગર.
(2:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
