<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st July 2024

જસદણ જીઆઇડીસી એસોસિએશનના પ્રમુખ વિજયભાઇ રાઠોડનો જન્‍મદિન

(હિતેશ ગોસાઈ દ્વારા) જસદણઃ જસદણ જીઆઈડીસીᅠ એસોસિએશન અને જસદણ શહેર યુવા ભાજપ બક્ષીપંચ મોરચાનાᅠ પ્રમુખ વિજયભાઈ જેન્‍તીભાઈ રાઠોડ (મો.૯૬૦૧૫ ૧૧૧૧૧) નો આજે તા. ૩૧ જુલાઈ બુધવારના રોજ જન્‍મદિન છે વિજયભાઈએ ૪૨ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરતાં તેમનાં બહોળા મિત્રવર્તુળ, સગાસ્‍નેહીજનો પરિવારમાં ખુશાલી વ્‍યાપી છે. ભારતીય જનતા પાર્ટી માટે ખરાં દિલથી કામ કરનારા વિજયભાઈને તેમનાંᅠ જન્‍મદિને રાજય અને સૌરાષ્ટ્રની ધાર્મિક, રાજકીય, વેપાર,ઉદ્યોગ, સેવાકીય, સામાજિક, વૈદકીય, સરકારી, સહકારી, શૈક્ષણિક જેવી સંસ્‍થાઓના આગેવાનો, હોદ્દેદારો, કાર્યકરો, અને કર્મચારીઓ દ્વારા વિવિધ માધ્‍યમો પર આગોતરી મુશળધાર શુભેચ્‍છાઓ વરસી રહી છે.

(10:19 AM IST)