<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st July 2024

વકીલાત ક્ષેત્રે ધબકતા - ઝબકતા હિમાંશુ પજવાણીનો જન્‍મદિન

એક વખત નવડાએ આઠડાને ફડાકો માર્યો. આઠડાએ કારણ પૂછયું તો નવડો કહે ‘હું મોટો છું એટલે ફડાકો માર્યો.' આઠડાએ તેમાંથી પ્રેરણા લઇ સાતડાને ફડાકો માર્યો. સાતડાએ છગડાને માર્યો. તે રીતે ઉતરોતર ફડાકા લાગતા ગયા. બગડાએ જ્‍યારે એકડાને ફડાકો માર્યો ત્‍યારે એકડાએ શૂન્‍યને ફડાકો મારવાના બદલે પોતાની બાજુમાં લઇ પોતાની કિંમત (૧૦) વધારી દીધી. આ છે હકારાત્‍મક વિચારસરણીનો પ્રભાવ. શહેરના નામાંકિત એડવોકેટ શ્રી હિમાંશુ પજવાણી આ વાર્તાના બોધ જેવી હકારાત્‍મક વિચારસરણીને અનુસરીને સફળતાના માર્ગે આગળ વધી રહ્યા છે. આજે તેમના માટે વિશેષ યાદગાર દિવસ છે.

મૂળ જૂનાગઢ જિલ્લાના મેંદરડાના રઘુવંશી શ્રેષ્‍ઠી સ્‍વ. શ્રી રમણિકભાઇ પજવાણીના સૂપૂત્ર શ્રી હિમાંશુ પજવાણીનો જન્‍મ તા. ૩૧ જુલાઇ ૧૯૮૧ના દિવસ થયેલ. આજે ૪૪માં વર્ષના દ્વારે પહોંચ્‍યા છે. તેઓ રેવન્‍યુ ક્ષેત્રે ટાઇટલ કલીયર કારકિર્દીવાળા છે. ભૂતકાળમાં રેવન્‍યુ બાર એસો.ના સેક્રેટરી, તક્ષશીલા હાઉસીંગ સોસાયટી (રેસકોર્ષ)ના પ્રમુખ, વિશ્વ હિન્‍દુ પરિષદ પ્રેરિત જન્‍માષ્‍ટમી મહોત્‍સવ સમિતિ ૨૦૨૨ના વર્ષના ઉપાધ્‍યક્ષ વગેરે પદ પર રહી ચૂક્‍યા છે. આજે તેમના પર લાગણીના વાદળા વરસ્‍યા, શુભેચ્‍છાના સરોવર છલી વળ્‍યા...

મો. ૯૮૨૪૨ ૦૦૯૨૫ રાજકોટ.

(9:50 AM IST)