તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th July 2024
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન ડો.પ્રવીણભાઇ નિમાવતનો જન્મદિવસ

રાજકોટઃ છેલ્લા ૨૫ વર્ષથી શિક્ષણ, સાહિત્ય, સમાજસેવા અને પત્રકારત્વને સમર્પિત એવા શિક્ષણવિદ અને રાજકોટના શિક્ષણ જગતના ઘરેણાં સમાન કવિ, કટાર લેખક અને શ્રેષ્ઠ શિક્ષક તરીકે રાજય અને રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનીત ડો.પ્રવિણભાઇ નિમાવતનો આજે જન્મદિવસ છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટના વાઇસ ચેરમેન, ભારતીય જનતા પાર્ટી - સહકારી સેલ રાજકોટના પૂર્વ - કન્વીનરશ્રી, સહકાર ભારતી ક્રેડિટ કો.ઓ.સો. રાજકોટ પ્રકોષ્ટ અધ્યક્ષશ્રી, શ્રી રાજકોટ ડીસ્ટ્રીકટ કો-ઓપ. ક્રેડિટ સોસાયટીઝ ફેડરેશન લી.ના ડિરેકટરશ્રી, શ્રી અવધૂત ક્રેડિટ કો.ઓપ. સોસાયટી લી. અને શ્રી અવધૂત એજયુ. એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન, રામાનંદી સાધુ સમાજ રાજકોટના પ્રમુખશ્રી તેમજ સૌ.યુની.ના સ્ટડી બોર્ડમાં સેવા આપી છે તેઓ દિકરાનું ઘર (વૃધ્ધાશ્રમ) - ઢોલરા સંસ્થાના કારોબારી સદસ્ય છે. મો.૯૪૨૬૨૫૦૫૦૩ ઉપર અભિનંદનવર્ષા થઇ રહી છે.(
(2:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
