<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th July 2024

જીવન પર્યન્‍ત જનસેવાના ધ્‍યેય ધારણકર્તા જીતેન્‍દ્ર કે.જાડેજાનો આજે જન્‍મદિવસ

રાજકોટઃ સેવાના ભેખધારી એવા મોરબી તાલુકાના ખાનપર ગામે ૧૧ મી જુલાઇ ૧૯૬૧ના જન્‍મેલા જીતેન્‍દ્રસિંહ ખેંગારજી જાડેજા (જે.કે.) આજે આયુષ્‍યની ૬૩ વર્ષની મંજીલ તય કરી ૬૪માં વર્ષમાં પ્રવેશ રહ્યા છે. ન્‍યુ રાજકોટમાં જે.કે.ના ટૂંકા નામથી પ્રચલિત જે.કે.જાડેજા એ રાજકીય કારકીર્દી ૧૯૭૭ થી શરૂ રી વફાદાર સૈનિક તરીકેની છાપ ઉભી કરી છે. ગરબી બાળકોને ભણાવવાનો શોખ તેમનો અનેરો છે. અને દર વર્ષે અનેક બાળકોને આર્થિક સહાય કરવાનો તેમનો અભિગમ છે. શીવશકિત કોલોનીના છેલ્લા ૩૫ વર્ષથી પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાઇ આવતા જે.કે. પોલીસ પરિવારમાંથી આવતા હોવા છતાં તેઓએ પોતાનો અલગ જ ચોકો જમાવ્‍યો છે. પ્રજાલક્ષી કાર્યો અને સેવાકીય પ્રવૃતિમાં હંમેશા જે.કે.જાડેજા મોખરે રહ્યા છે. છેલ્લા ૯ વર્ષથી યુનિવર્સિટી રોડ પર ગણેશ ઉત્‍સવ સમયે પંડાલમાં જીવતા ઉંદરો ગણપતિની મૂર્તિની આજુબાજુ ફરતા હોય તેવું પ્રદર્શન કરી સમગ્ર ગુજરાતમાં શીવશકિત કોલોની આકર્ષનું કેન્‍દ્ર બની હતી જે ગણપતિ ઉત્‍સવનું સફળ આયોજનમાં જે.કે.નું યોગદાન મોખરે છે. જે.કે.જાડેજા જીવન કોમ. કો-ઓપ. બેંકના નિવૃત કર્મચારી છે. તેમજ કર્મચારીગણમાં સારી લોકચાહના ધરાવે છે. પોતાની કામગીરી કરવાની આગવી સુઝના કારણે લોકો દ્વારા આલાપ એવન્‍યુ પાસે આવેલ ચોકને જે.કે.ચોક નામ આપવામાં આવેલ છે. તેમના મોબાઇલ નં. ૯૭૨૪૫ ૦૦૯૦૯ ઉપર આજે મિત્રો, શુભેચ્‍છકો, સગા-સંબંધીઓ શુભેચ્‍છા પાઠવી રહ્યા છે.

(9:35 AM IST)