તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Saturday, 6th July 2024
ચુંવાળીયા કોળી સમાજના અગ્રણી વિરજીભાઇ સનુરાનો જન્મદિવસ

રાજકોટ તા. ૬: ગુજરાત ચુંવાળીયા કોળી સમાજના પુર્વ પ્રમુખ અને ગુજરાત લેબર યુનિયનના મહામંત્રી હ્યુમન રાઇટ્સના પુર્વ વાઇસ ચેરમેન અને ચુંવાળીયા કોળી સમાજ બોર્ડીંગના પુર્વ પ્રમુખ જ્ઞાતિના અગ્રણી વીરજીભાઇ સનુરા (મો. ૯૭૨૩૩ ૯૮૩૮૦)નો આજે ૭૩મો જન્મદિવસ છે. સમાજના સેવા કાર્યોમાં સતત અગ્રેસર રહે છે. ૨૦૦૭માં જુનાગઢમાં થયેલા ચાંદની હત્યાકાંડ વખતે તેમણે ભોગ બનનાર પરિવારને ન્યાય મળે તે માટે સતત ૩૩ દિવસ સુધી આંદોલન ચલાવ્યું હતું. વિરજીભાઇને સતત શુભેચ્છાઓ મળી રહી છે.
(2:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
