<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd July 2024

પીજીવીસીએલ ના મુખ્‍ય ઇજનેર (ટેકનીકલ) આર.સી.પટેલ નો આજે જન્‍મદિવસ

રાજકોટઃ તા.૨: પીજીવીસીએલના મુખ્‍ય ઇજનેર (ટેકનીકલ) આર.સી.પટેલ નો આજે જન્‍મ દિવસ હોય સેંકડો કર્મચારીઓએ તેમને શુભેચ્‍છા પાઠવી હતી. તેઓ આ મહિનાના અંતે ૩૧-૭-૨૦૨૪ના રોજ સેવા નિવૃત થઇ રહયા છે.

રજનીકાંત સી.પટેલ જેમનું મૂળ ગામ (શીતળા) તા. કાલાવડ છે તેમનો અભ્‍યાસ બી.ઇ. (પાવર ઇલેકટ્રોનીકસ) સ્‍પેશ્‍યલ એલ.એલ.બી. એમએસડબલ્‍યું પૂર્ણ કરી છેલ્લા ૩૪ વર્ષ થી જી.ઇ.બી. અને હાલ પીજીવીસીએલ સાથે સંકળાયેલા છે.

તેમની કારકિર્દીની શરૂઆત જુનીયર ઇજનેર તરીકે ૨૧.૦૪.૧૯૯૦ ના રોજ આરસીઇ-૨ સબ ડિવિઝન- કાલાવડ ખાતે કરેલ ત્‍યાર બાદ સતત તેમની કુનેહ અને વહીવટી કાર્યદક્ષતા દ્વારા પ્રમોશન મેળવી નાયબ ઇજનેર કાર્યપાલક ઇજનેર અધિક્ષક ઇજનેર વિશેષ મુખ્‍ય ઇજનેર અને હાલ મુખ્‍ય ઇજનેર તરીકેઅવિરત સેવા આપી રહ્યા છે.તેઓએ તેમના કાર્યક્રાળ દરમ્‍યાન કાલાવડ વડીયા શાપર વેરાવળ કાલાવડ રોડ રાજકોટ એચ.ટી.૨ સબ ડીવીઝનો રાજકોટ સીટી -૧ ધોરાજી અને મોરબી ડીવીઝન ઓફીસો તેમજ અધિક્ષક ઇજનેર તરીકે પ્રમોશન મેળવી જુનાગઢ વર્તુળ કચેરી ખાતે ફરજ બજાવેલ ત્‍યાંથી વિશેષ મુખ્‍ય ઇજનેર તરીકે પ્રમોશન મેળવી રાજકોટ કોર્પોરેટ ઓફીસ ખાતે નિમણુક મેળવેલ. હાલ શ્રી આર.સી. પટેલ રાજકોટ કોર્પોરેટ ઓફીસ ખાતે પીજીવીસીએલના મુખય ઇજનેર (ટેકનીકલ) તરીકે મહત્‍વની જવાબદારી વહન કરી રહ્યા છે. તે તેમના ઝડપી નિર્ણય અને સ્‍પષ્‍ટ અભિપ્રાય માટે અધિકારીઓ અને કર્મચારીઓમાં જાણીતા છે. શ્રી આર.સી.પટેલ વયમર્યાદાને લીધે આ મહિનાના અંતમાં ૩૧.૦૭.૨૦૨૪ ના રોજ સેવા નિવૃત થઇ રહયા છે. તેમની કારકિર્દી દરમ્‍યાન મે- ૨૦૨૧માં આવેલ ‘‘તોૈકતે'' વાવાઝોડા દરમ્‍યાન તેમજ જુન- ૨૦૨૩ માં આવેલ ‘‘બાયપરજોપ'' વાવાઝોડા દરમ્‍યાન સતત ફિલ્‍ડમાં રહી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડી ખુબજ પ્રશંશનીય કામગીરી બજાવેલ તેમના જન્‍મદિવસ નિમિતે પીજીવીસીએલના અધિકારીઓ કર્મચારીઓ મિત્રો સ્‍નેહીઓ સગા સબંધીઓ ચોમેરથી તેમના મો. નં. ૭૫૬૭૬ ૪૪૯૨૯  ઉપર શુભેચ્‍છાઓ પાઠવી રહ્યા છે.

(5:15 PM IST)