<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd July 2024

મોરબી જીલ્લા ભાજપના મહામંત્રી જેઠાભાઇ મિયાત્રાનો જન્‍મદિવસ

 

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા.૨: મોરબીના કેરાળી નામના નાનકડા ગામમાં સામાન્‍ય ખેડુત પરિવારમાં રમુભાઈ અને લક્ષ્મીબેનને ત્‍યાં જન્‍મેલા જેઠાભાઈએ શિક્ષણ પુરૂ કરી કૈક કરી છૂટવાની પ્રબળ ઈચ્‍છા શક્‍તિ સાથે મોરબી શહેરની વાટ પકડી અને નાના પાયે બાંધકામ, હોટેલ વ્‍યવસાયમાં ઝંપલાવી સાથો સાથ સામાજિક ક્ષેત્રે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ નવજીવનની શરૂઆત કરી. સખત પરિશ્રમ અને નીતિમતાને જીવન મંત્ર બનાવનાર આજે તેઓ વ્‍યવસાયના ક્ષેત્રમાં ૪ સ્‍ટાર હોટેલ સહિત બાંધકામ ક્ષેત્રમાં પણ ખુબ સારૂ નામ ધરાવે છે.

આ ઉપરાંત ઓઇલ પેઇન્‍ટ સહિતના વ્‍યવસાયમાં તેમના લઘુબંધુઓ જશુભાઇ અને ધર્મેન્‍દ્ર ભાઈ સાથે મળી આગળ વધી રહ્યા છે.  અને જેઠાભાઈની કાર્યકુશળતાના કારણે તેઓ આજે ભાજપના કાર્યકરથી લઈ મોરબી જીલ્લા ભાજપના મહામંત્રીનું પદ શોભાવી રહ્યા છે. ઉપરાંત તેઓ આહીર સમાજ સહીતની અન્‍ય સામાજિક સેવાભાવી સંસ્‍થાઓ સાથે રહી લોકોપયોગી, સમાજ ઉપયોગી કાર્યોમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે.

જેઠાભાઈનો સંયુકત પરિવાર પણ આજના સમયમાં દ્રષ્ટાંત રૂપ છે,એક હાંડલે ૨૪ લોકો જમે અને તે વાતથી પ્રેરાઈને પરસોતમભાઇ રૂપાલાએ આ પરિવારની મુલાકાત લીધી હતી. આજે ૫૮માં વર્ષમાં પ્રવેશતા જેઠાભાઇને મો.નં.૯૦૬૭૦ ૪૪૪૪૪ પર શુભેચ્‍છા આપી રહયા છે.(

(1:56 PM IST)