તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th June 2024
રહેવર સ્કૂલના સંચાલક રઘુવીરસિંહ રહેવરનો કાલે જન્મ દિવસઃ અભિનંદનવર્ષા

રાજકોટઃ વર્તમાન સમયમાં મુલ્ય શિક્ષણને વાચા આપતી જુજ શાળાઓની પરંપરામાં શ્રી રહેવર સ્કૂલના સંચાલક શ્રી રઘુવીરસિંહ રહેવરનો આવતીકાલે તા. ૩૦ના જન્મ દિવસ છે. તેઓએ ૩૦ વર્ષ પહેલા આ સંસ્થાના નિર્માણનો પ્રથમ પાયો કલાસીસથી નાખ્યો. આલ્ફા પ્લસ કલાસીસની સફળતા બાદ શ્રી રહેવર માધ્યમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળાની શરૂઆત કરવામાં આવેલ આજે આ સંસ્થા બીજમાંથી વટવૃક્ષ સમાન સાબિત થઇ છે.
વર્તમાન સમયમાં કારકિર્દિ લક્ષી માર્ગદર્શન સેમિનારો દ્વારા વિદ્યાર્થીઓના ભાવિ નિર્માણની તકનું સર્જન કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે શ્રી રહેવર શાળાના વિદ્યાર્થીઓ ધોરણ ૧૦ તથા ૧ર માં બોર્ડની પરીક્ષામાં ૧૦૦ ટકા પરિણામમાં સફળતા સાથેનો શાળાનો મહામંત્ર સાકાર કરી રહ્યા છે. રઘુવીરસિંહ રહેવરને જન્મ દિવસની પૂર્વ સંધ્યાએ જ મો. ૯૮ર૪ર ૩૦૩૩૮ ઉપર અભિનંદનવર્ષા થઇ રહી છે.
(2:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
