<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th June 2024

પડધરીના બ્રહ્મ અગ્રણી પ્રદ્યુમનભાઇ સાતાનો જન્મ દિવસ : ૭૩ મું બેઠુ

રાજકોટ તા. ૨૯ : પડધરીના બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા અને પૂ. રેવાશંકરઅદા શાસ્ત્રીના વિદ્યાર્થી પ્રદ્યુમનભાઇ સાતાનો આજે જન્મ દિવસ છે. બી.કોમ એલ.એલ.બી. સુધી અભ્યાસ કરી સરકારી નોકરી પૂર્ણ કરી હાલ પડધરી અને આસપાસના ગામોની સામાજીક ધાર્મિક સંસ્થાઓમાં સેવા આપી રહ્યા છે. સંઘના ૫૩ વર્ષનું દીર્ઘકાલીન સંઘઆયુષ્ય ભોગવનાર પ્રદ્યુમનભાઇ રામમંદિરની બન્ને કાર સેવામાં ભાગ લઇ ચુકયા છે. રાજકોટ નાગરિક સહકારી બેન્ક સાથે સતત ૪૩ વર્ષથી સંકળાયેલા છે. પડધરી ગ્રામ પંચાયતના ઉપસરપંચ તરીકે ૧૫ વર્ષ સેવા આપેલ. વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ કારોબારી સભ્ય અને પડધરીના સરસ્વતી શીશુ મંદિરના સફળ સંચાલક એવા પ્રદ્યુમનભાઇ સાતા (મો.૯૪૨૮૨ ૧૩૨૦૫)ને આજે ૭૩ માં જન્મ દિવસ નિમિતે ઠેરઠેરથી શુભેચ્છાવર્ષા થઇ રહી છે.

(2:26 PM IST)