<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th June 2024

રાજકોટના સિનિયર ધારાશાસ્ત્રી બિનેશભાઇ પટેલનો જન્મદિવસ

રાજકોટ, તા., ૨૯: સિનિયર એડવોકેટ બિનેશ એચ. પટેલનો આજે જન્મદિવસ છે.  વતન વાંકાનેરમાં હાઈસ્કૂલ સુધીના અભ્યાસ બાદ રાજકોટમાં કાયદા સ્નાાતક સુધીની ડિંગ્રી રાજકોટમાં મેળવીને ૧૯૮૬ થી વકીલાત શરૂ કરનાર બિનેશભાઈ સમાજ સેવાકાર્યોમાં પણ સક્રિય છે, રોટરી કલબ રાજકોટ ગ્રેટરમાં પોલિયો ચેરમેન તરીકે વર્ષો સુધી સેવા આપી ચૂકયા છે. તેમની પુત્રી ડો. નિધિ ડેન્ટિસ્ટ તબીબ તરીકે સ્વતંત્ર પ્રેકિટસ કરે છે. પુત્ર હર્ષ ગુડગાંવ હ્યુન્ડાઇ મોટર્સમાં આસિ. મેનેજર છે. તેમના મોટાભાઈ સી.એચ.પટેલ તથા અન્ય બે ભાઈ હરેશભાઈ, રાજેશભાઈ પણ વકીલાત વ્યવસાયમાં છે. આજે બિનેશભાઈના જન્મ દિવસે મો.નં. ૯૪૨૭૩ ૫૫૯૨૪ ઉપર ઢગલાબંધ શુભેચ્છા મળી રહી છે.

(12:23 PM IST)