તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th June 2024
ઓલ ઇન્ડિયા મોઢ વણિક સમાજ મુંબઇના પ્રમુખ યોગેશભાઇ શાહનો કાલે જન્મ દિવસ

રાજકોટ તા. ૨૯ : મુળ બોટાદના અને છેલ્લા ૪૫ વર્ષથી મુંબઇ સ્થાયી થયેલા ડોમ્બીવલી શ્રી મોઢ સેવા સમાજ ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી અને ઓલ ઇન્ડિયા મોઢ વણિક સમાજ મુંબઇના પ્રમુખ યોગેશભાઇ વ્રજલાલભાઇ શાહનો કાલે તા. ૩૦ ના જન્મ દિવસ છે. તેઓ ૨૬ જીવનસાથી પરિચય મેળા યોજી ચુકયા છે. હાલ સ્વામીનારાયણ મંદિર ડોમ્બીવલીમાં ૩૪ વર્ષથી સેવા આપી રહ્યા છે. છેલ્લા ૨૦ વર્ષથી ટ્રસ્ટી છે. વૈશ્વિક મોઢ પરિવાર મુંબઇના કારોબારી સભ્ય તરીકે તેમજ શ્રીહરી એજયુકેશન ટ્રસ્ટ ડોમ્બીવલીના ટ્રસ્ટી તરીકે પણ સેવા આપી રહ્યા છે. ઓલ ઇન્ડિયા મોઢ વણિક સમાજ મુંબઇના પ્રમુખ તરીકે સેવા આપે છે. તેમના મો.૯૮૨૦૨ ૬૨૯૩૨ છે.
(2:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
