<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th June 2024

ધ્રોલના પુર્વ ભાજપ પ્રમુખ મગનભાઇ ભોજાણીનો જન્‍મદિવસ

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા., ર૯: ધ્રોલના કિસાન દાણાધારવાળા અગ્રણી ઉદ્યોગપતિ મગનભાઇ ભોજાણી (મગનબાપા)નો આજે જન્‍મદિવસ છે. મગનભાઇ ધ્રોલ શહેર ભાજપ પ્રમુખ પદે હતા ત્‍યારે ધ્રોલ નગરપાલીકાની ચુંટણીની જવાબદારી સંભાળી હતી અને ર૮ બેઠકોમાંથી જંગી બહુમતી સાથે ભાજપને રર બેઠકો મળી હતી.

જેમાં તેમની રાજકીય કુનેહ કામ આવી હતી. સેવાભાવી ભાજપના કાર્યકરોના હંમેશા સન્‍માન આપવું. પાર્ટીની ગાઇડ લાઇનમાં રહીને કામ કરવાની આવડતના લીધે આજે પણ લોકપ્રિય છે. ત્‍યારે તેમના જન્‍મદિવસ નિમિતે મો. ૯૪ર૬ર ૦૩૭પ૯ ઉપર  શુભકામનાઓ પાઠવી રહયા છે.

(10:54 AM IST)