<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th June 2024

શિક્ષણ બોર્ડના પૂર્વ સભ્‍ય જયંતભાઇ ગડારાનો જન્‍મદિવસ

રાજકોટઃ માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર અને શિક્ષણ બોર્ડના પૂર્વ સભ્‍ય જયંતભાઇ ગડારાનો આજે જન્‍મ દિવસ છે. ૩૦ જુને તેઓ સેવા નિવૃત્ત થવાના છે. જયંતભાઇ ગડારા માસુમ વિદ્યાલય હાયર સેકન્‍ડરીમાં શિક્ષક તરીકે ૧૯૯૩ માં જોડાઇને રાજકોટ જિલ્લા ઉ.મા. શિક્ષક સંઘમાં કારોબારી સભ્‍યથી પ્રમુખ સુધીની જવાબદારી, રાજકોટ જિલ્લા ઉ.મા. શિક્ષક સહકારી મંડળીમાં બોર્ડ ઓફ ડિરેકટર્સથી ચેરમેનની જવાબદારી, ગુજરાત રાજય, ઉ.મા. શિક્ષક સંઘ મહામંડળમાં કારોબારી સભ્‍યથી ઉપપ્રમુખની જવાબદારી અને ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડમાં બોર્ડ મેમ્‍બર તરીકે કારોબારી સમિતી, પરીક્ષા સમિતિમાં ફરજ બજાવી શિક્ષણના પ્રશ્‍નોને હર હંમેશ વાચા આપવા પ્રયત્‍નશીલ રહેલ છે.

(2:49 PM IST)