<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th June 2024

સાવરકુંડલાના ધારાસભ્‍ય કસવાળાના જન્‍મદિવસે કાલે શહેરની આંગણવાડીમાં નાસ્‍તો વિતરણ થશે

(દીપક પાંધી દ્વારા) સાવરકુંડલા તા. ૨૮ : સામાન્‍ય રીતે દરેક વ્‍યક્‍તિ પોતાનો જન્‍મદિવસ પોતાની રીતે ઉજવતો હોય છે અને મિત્રો ભાઈબંધા , સગા સંબંધીઓને પાર્ટી આપતા હોય છે જેને જેવી અનુકૂળતા તેવી રીતે પોતાનો જન્‍મદિવસ ઉજવતા હોય છે ત્‍યારે સાવરકુંડલાના ધારાસભ્‍ય શ્રી મહેશભાઈ કસવાળા જન્‍મ દિવસ શહેરની સામાજિક સેવાકીય સંસ્‍થા દ્વારા ઉજવવાનું આયોજન કરાયુ છે.

અત્રે સતીઆઈ સ્‍પોર્ટસ એરના અને ભૂમિપુત્ર ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા મહેશભાઈના જન્‍મદિન નિમિત્તે શનિવારના રોજ સાવરકુંડલા શહેરની તમામ ૭૧ આંગણવાડીમા આવતા ૨૦૦૦ જેટલા ભૂલકાંઓને પારલે કંપનીના સારી ક્‍વોલિટીના બિસ્‍કીટ અને કેક વિતરણ કરવામાં આવનાર છે

(12:04 PM IST)