તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 25th June 2024
રાજકોટ તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી ભુપતભાઇ સેગલીયાનો જન્મદિવસ

રાજકોટઃ તા. ૨૫: ભોલેનાથ મહાદેવના ઉપાસક અને ભકત, અખીલ ભારતીય મચ્છોયા આહિર સમાજ દ્વારકાના આહીર અગ્રણી અને સમાજ સેવક તેમજ મુંજકા ગામથી પોતાની કર્મભૂમિમાંથી સેવાની કામગીરીનો ભેખ ધરનાર ભુતપૂર્વ તાલુકા ભાજપ મહામંત્રી ભુપતભાઇ આલાભાઇ સેગલીયાનો આજે જન્મદિન છે. જીંદગીની સફર પુરી કરી ૬૨માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહયા છે. ભુપતભાઇ સેગલીયાએ રાજકીય અને સામાજીક સેવા પ્રવૃતિઓ સાથે અનેક ક્ષેત્રોમાં સેવાકીય કાર્યો કરેલ છે. જન્મ દિવસ કૌટુંબિક સભ્યો મિત્રો, શુભેચ્છકો, રાજકીય અગ્રણીઓ મિત્રોવર્તુળ માંથી તેઓને મો. ૯૮૨૫૦ ૭૭૪૮૦ ઉપર શુભેચ્છા મળી રહી છે.
(4:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
