<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th June 2024

મોરબી શહેર ભાજપ પ્રમુખ અલ્પાબેન ક્કકડનો જન્મદિવસ

(ભાવિન સેજપાલ દ્વારા)ટંકારા તા.૨૦ :  મોરબી શહેર ભાજપ પ્રમુખ અલ્પાબેન ક્કકડનો આજે જન્મદિવસ છે.  અલ્પાબેને 46 માં વર્ષમાં  પ્રવેશ કરેલ છે.

      હર હંમેશ મોરબી શહેરમાં સેવાકીય પ્રવૃતિમાં આગ્રેસ રહેવા અલ્પાબેન માં માતુશ્રી વીરબાઈ માં માનવસેવા તથા ગૌસેવા ના નામે છ વર્ષથી સેવાકીય પ્રવૃતિઓ ચાલે છે અને એક અનોખું કાર્ય દિવસમાં કોઈપણ સમયે કોઈપણ જગ્યાએ પ્રસંગ નિમિત્તે લખેલું ભોજન તમારે ત્યાંથી લઈ અને ગરીબ લોકોને આપે છે તેમજ તમારા ઘરે બુટ ચંપલ કપડા ન જોઈતી વસ્તુઓ તમે કોલ કરો તો એકત્રિત કરી જરૂરી જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવામાં આવે છે.             તેમજ શૈક્ષણિક વર્ગ ખુલતા ની સાથે જ ચોપડા તમારી પાસે ગયા વર્ષના પડ્યા હોય તો તમે જો ઉપયોગ ન કરતા હોય તો તે આપો તો પણ તે જરૂરિયાત ગરીબ લોકોને ભણવા માટે તે ચોપડા પહોંચાડી આપે છે અને છેલ્લા ચાર મહિના થયા મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે દરરોજ સાંજ વિના મૂલ્ય કઢી ખીચડી ભરપેટ અને બપોરે ઠંડી છાશનું વિતરણ કરવામાં આવે છે આ માતૃશ્રી વીરબાઈ માં માનવસેવા તથા ગૌસેવાના સ્થાપક અલ્પાબેન ને જન્મદિવસની ચારે બાજુથી તેમના( મો. નં. 9823104446) પર શુભેચ્છા વર્ષા થઈ રહી છે.

(9:28 AM IST)