News of Monday, 17th June 2024
શહેર કોંગ્રેસ પ્રવકતા ગજેન્દ્રસિંહ ઝાલાનો આજે જન્મદિન : અભિનંદનવર્ષા

રાજકોટઃ સમાજ સેવક, જાગળત પ્રહરી, શહેરની વિચારશીલ પ્રતિભા અન્યાય સામે લડનારા વાંકાનેર તાલુકાના ખેરવા ગામના વતની હાલ રાજકોટને પોતાની કર્મભૂમિ બનાવનાર શહેર કોંગ્રેસ પ્રવક્તા ગજેન્દ્રસિંહ ઝાલાનો આજે જન્મદિવસ છે.
૧૭/૦૬/૧૯૬૮ ના જન્મેલ ગજેન્દ્રસિંહ જુન ૨૦૧૯માં ત્રણ ત્રણ સર્જરી બાદ પણ લોકોના વ્યાજબી પ્રશ્નો અંગે નિંભર તંત્રને ઢંઢોળે છે. ૩૩ વર્ષોથી કોંગ્રેસમાં અનેક લોક કાર્યો અંગે બુલંદ અવાજ વિરોધાત્મક કાર્યક્રમો, સફળ આંદોલનો યાદગાર બની ગયા છે. પ્રજાકીય પ્રશ્નો અંગે અનેક વખત ધરપકડ વ્હોરનાર ગજુભાના નેતળત્વમાં પવનપુત્ર ચોક બગીચા કપાત, મહાનગરપાલિકાનું છાસ કૌભાંડ, મહિલા પીએસઆઇ નું ભરતી કૌભાંડ, સહિતના મુદ્દે લડત આવી હતી. યુવા કોંગ્રેસમાં જોઈન્ટ સેક્રેટરી, મંત્રી શહેર કોંગ્રેસમાં મંત્રી અને પ્રવક્તા પદે તેઓનું સક્રિય યોગદાન રહ્યું છે.
રાજ્યના ૫૦ હજાર હોમગાર્ડ દળના જવાનોના વેતન, ભથ્થા સહિતના પ્રશ્નો અને ગુજરાત રાજ્ય હોમગાર્ડદળમા ચાલતા ભ્રષ્ટાચારો, કૌભાંડો અને અન્યાય સામે તત્કાલીન સમયના મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલ સહિત વર્તમાન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિતના તમામ મુખ્યમંત્રીઓને અણ ઉકેલ પ્રશ્નો અંગે તેઓએ કરેલી રજૂઆતો ના પડઘા પડ્યા છે. ૪૯ વખત સ્વૈચ્છિક રક્તદાન કર્યુ.
પ્રમુખ કોઠારીયા કોલોની યુવા ગ્રુપમાં, ઉપઙ્ઘમુખ રાજકોટ શહેર/જિલ્લા વાલી મહામંડળ, સ્થાપક ગુજરાત એસ.ટી મુસાફર હિત રક્ષક સમિતિ, ક્ષત્રિય ગિરાસદાર સેના, લોક સંસદ વિચાર મંચ, એલઆઇસીમા ગજુભાની સામેલગીરી નોંધપાત્ર પરિણામો લાવી છે. મો.૯૪૨૬૨ ૨૯૩૯૬.
(4:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
