<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th June 2024

પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી ગોપાલ અનડકટનો કાલે જન્‍મદિવસઃ ૪૭માં વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ શહેર કોંગ્રેસના લડાયક અને યુવા નેતા ગોપાલભાઇ અનડકટનો આવતીકાલ તા. ૧૬ જૂનના રોજ જન્‍મ દિવસ છે. તેઓ હાલ ઓલ ઇન્‍ડિયા કોંગ્રેસ કમિટીના પ્રોટોકોલ ઇન્‍ચાર્જ તેમજ પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી તરીકે સેવા આપી રહ્યા છે, રઘુવંશી સમાજના અગ્રણી એવા ગોપાલભાઇએ કોરોના કાળમાં જરૂરિયાતમંદ પરિવારો સુધી કરિયાણું અને મેડિકલ સહીતની સુવિધાઓ પહોંચાડવાની સેવા કરી હતી. તેઓ રામેશ્‍વર મંદિરના ટ્રસ્‍ટી તરીકેની જવાબદારી પણ સંભાળી રહ્યા છે. યશસ્‍વી જીવન યાત્રાના ૪૬ વર્ષ પુરા કરી ૪૭માં વર્ષમાં પ્રવેશ કરી રહેલા ગોપાલભાઇના જન્‍મ દિવસની પૂર્વ સંધ્‍યાએથી જ તેમના મો. ૯૮ર૪ર ૯૩૯૪૦/૮૦૦૦ ૦૩૦૦૩ ઉપર શુભેચ્‍છાઓ મળી રહી છે.

(4:23 PM IST)