<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th June 2024

રાજકોટના યુવા મહિલા ધારાશાસ્ત્રી પ્રતિક્ષાબેન પટેલનો જન્‍મદિવસ

રાજકોટ તા.૧૫: મૂળ ધોરાજી તાલુકાના ભાદાજાળીયા ગામે જન્‍મેલા અને બાળપણથી કંઈક કરી છૂટવાની ઈચ્‍છાશક્‍તિ ધરાવનાર અને હાલ રાજકોટમાં યુવા મહિલા ધારાશાષાી તરીકે સેવા આપનાર પ્રતીક્ષા પટેલનો આજે જન્‍મદિવસ છે પોતાની આગવી મહેનત અને ખંત થકી સૌરાષ્‍ટ્રનું કેપિટલ એવા રાજકોટમાં યુવા મહિલા ધારાશાષાી તરીકે અનેરી નામના હાંસલ કરી છે. કુદરતે નાની વયે અપાર સફળતા બક્ષી હોવા છતાં તેઓ સ્‍વભાવે સરળ અને નિખાલસ વ્‍યક્‍તિત્‍વ ધરાવી હરહંમેશ જમીનથી જોડાયેલા રહ્યા છે. આ ઉપરાંત કારકિર્દીની સાથોસાથ સમાજ સેવાની ભાવના ધરાવનાર પ્રતિક્ષાબેન વિવિધ સામાજિક તથા શૈક્ષણિક સંસ્‍થાઓમાં પણ નિસ્‍વાર્થ પણે પોતાની સેવાઓ આપી રહ્યા છે.પોતાના સરળ સ્‍વભાવ અને નિખાલસ વ્‍યક્‍તિત્‍વને લીધે તેઓ કોર્ટ કેમ્‍પસ તથા રેવન્‍યુ ક્ષેત્ર સહિત અનેકવિધ કામોમાં કાઠું કાઢયું છે સાથોસાથ તેઓ સંબધો નિભાવી રાખવાની ટેવ ધરાવતા હોવાને લીધે બહોળું મિત્ર વર્તુળ ધરાવે છે. આજે તેમના જન્‍મદિવસ નિમિતે પરિવાર જનો,મિત્ર મંડળ સહિત સિનિયર તથા જુનિયર વકીલો અને વિવિધ અધિકારીઓ ઉપરાંત રાજકીય અને સામાજિક અગ્રણીઓએ તેઓને મોબાઈલ નંબર ૭૦૧૬૫૯૪૬૦૮ પર ફોનથી તથા રૂબરૂ મળી જન્‍મદિવસની શુભેચ્‍છાઓ પાઠવી છે

(4:07 PM IST)