News of Thursday, 13th June 2024
ચુડા (સોરઠ)ના રાજગોર બ્રાહ્મણ સમાજના સેવાભાવી યુવાન અમિતભાઇ વેગડાનો જન્મદિવસ

જુનાગઢ તા. ૧૩: ચુડા (સોરઠ )ના વતની અને લાઈવસ્ટોક ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા અમિતભાઇ ભાઈશંકરભાઈ વેગડાનું નામ વિધવા બહેનો તથા નિરાધાર લોકો ને અનાજ ની કિટ, બાળકોને બટુક ભોજન, વળક્ષારોપણ,ગાયો ની સેવા ,બ્લડ ડોનેશન કેમ્પ, આયુર્વેદિક કેમ્પ, ફ્રી સારવાર અને ફ્રી દવા સાથે ના કેમ્પ તથા નિ : શુલ્ક મહિલા કેન્સર ચેક અપ ના કેમ્પ જેવી આરોગ્ય ને લગતી સેવા માટે ભેસાણ તાલુકામાં જાણીતું છે.
અમિતભાઇ વેગડા ને અખિલ ભારતીય સાધુ સમાજના અધ્યક્ષ મુક્તાનંદજીબાપુ સંચાલિત જય અંબે હોસ્પિટલ દ્વારા આરોગ્ય ક્ષેત્રે અવાર નવાર સારી કામગીરી કરવા બદલ તથા રાજ રાજેશ્વરી ટ્રસ્ટ રાજકોટ દ્વારા સેવાકીય પ્રવળત્તિ બદલ વિશિષ્ટ સન્માન થી સન્માનિત કરવામાં આવ્યા હતા. બ્રહ્મ+સમાજના મૂકસેવક એવા
અમિતભાઇ વેગડા ને જન્મદિવસ નિમિતે સાધુ સંતો,અધિકારી શ્રી કર્મચારીઓ તથા સગા સબંધી, તથા મિત્ર સર્કલ દ્વારા તેમના મોબાઈલ નંબર -૯૮૭૯૯૯૬૫૨૦ શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
(1:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
