તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th June 2024
રાજકોટ જેલના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ એ. પી. જાડેજાનો આજે જન્મદિવસ

રાજકોટના રહેવાસી અધિકારીએ રાજકોટમાં જ શિક્ષણ પુરુ કરી સબ ઇન્સ. તરીકે પોલીસ વિભાગમાં જોડાઇ ઇન્સપેકટર, ડીવાયએસીપી પદે બઢતી મેળવી અનેક ઉત્કૃષ્ટ કામગીરી બજાવી છેઃ શુભેચ્છાઓ વરસી
રાજકોટ તા. ૧૨: સેન્ટ્રલ જેલના નાયબ અધિક્ષક અને ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ડ શ્રી એ. પી. જાડેજાનો આજે ૫૮મો જન્મદિવસ છે. મુળ રાજકોટ નજીકના કોટડા સાંગાણી તાલુકાના સોળીયા ગામના વતની અજયસિંહ પ્રવિણસિંહ જાડેજાએ પોતાના પ્રાથમિક શિક્ષણથી લઇ કોલેજ અને પોસ્ટ ગ્રેજન્યુએશન સુધીનો અભ્યાસ રાજકોટમાં પુરો કર્યો હતો. ત્યારબાદ પોલીસ વિભાગમાં સબ ઇન્સપેકટર તરીકે ઉતિર્ણ થઇ જામનગર, ભાવનગર, ભરૂચ, વડોદરા, ધ્રાંગધ્રા, અમદાવાદ સહિતના શહેરો અને ગામોમાં પોલીસ ઇન્સ્પેકટર તરીકે અને ડીવાયએસપી તરીકે બઢતી મેળવી ગુનેગારોને કાબુમાં રાખવાની કામગીરી સુપેર બજાવી છે. સાથોસાથ ઇન્ટેલિજન્સ બ્યુરોમાં પણ તેમણે નોંધનીય કામગીરી કરી હતી. આજે તેમના ૫૮મા જન્મદિવસ નિમીતે પોલીસ વિભાગ જ નહિ બહોળુ મિત્રવર્તુળ હોવાના નાતે સવારથી જ તેમના ઉપર અભિનંદનનો વરસાદ થઇ રહ્યો છે. (મો. ૯૮૨૫૯ ૩૯૩૩૩)
(4:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
