આદિત્ય ગઢવીએ બુર્જ ખલીફા પાસે રકાબીમાં ચા પીધી
‘‘ચા પીવી તો કપ-રકાબીમાં જ, બાકી ન પીવી''

દુબઇ તા.૨૫: વિશ્વની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખાલીફાના સાંનિધ્યમાં ઊભા રહીને લોકપ્રિય ગાયક આદિત્ય ગઢવીએ કોઈ લકઝરી કેફેના મોંઘા કપને બદલે અસલ દેશી અંદાજમાં ‘રકાબી'માં ચાની ચૂસકી માનીને દુનિયાભરના ગુજરાતીઓના દિલ જીતી લીધા છે. ‘‘ચા પીવી તો કપ-રકાબીમાં જ, બાકી ના પીવી'' તેવા તેમના નિખાલસ અંદાજે સાબિત કરી દીધું છે કે સાચો ગુજરાતી ભલે ગમે તેટલો આગળ વધે કે વિદેશની ધરતી પર પહોંચે પરંતુ તેની માટીની સુગંધ અને પરંપરા ક્યારેય ભુલાતી નથી.
આજના આધુનિક યુગમાં ઘણા લોકો જાહેરમાં રકાબીમાં ચા પીતા સંકોચ કે શરમ અનુભવતા હોય છે, ત્યારે આદિત્ય ગઢવીનો આ સહજ અને ગર્વભર્યો અભિગમ આપણી સાદગી અને સંસ્કૃતિને ઉજાગર કરે છે. ચા એ ગુજરાતીઓ માટે માત્ર પીણું નહીં પણ લાગણી છે, અને બુર્જ ખલીફા જેવા ગ્લોબલ પ્લેટફોર્મ પર રકાબીની આ દેશી સ્ટાઈલ જોઈને સૌ કોઈ ગર્વ અનુભવી રહ્યા છે.
