<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Tuesday, 17th November 2026

શું ખરેખર માતા સીતાએ રણભૂમિમાં ઉતરીને અસુર સેનાનો સંહાર કર્યો હતો? જાણો 'અદ્ભુત રામાયણ'નું આ રોચક રહસ્ય

શાંત અને સૌમ્ય છબીવાળા માતા સીતાના ઉગ્ર યોદ્ધા સ્વરૂપ અને મહાકાળીના રૌદ્ર રૂપની પૌરાણિક કથાઓ અંગે શાસ્ત્રોમાં શું વર્ણન કરવામાં આવ્યું છે તેની સંપૂર્ણ વિગતો.

અયોધ્યા, તા.૧૭: તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'રામાયણ'માં દર્શાવવામાં આવેલા માતા સીતાના અદ્ભુત અને પ્રચંડ યોદ્ધા સ્વરૂપને લઈને દર્શકોમાં ભારે કુતૂહલ જોવા મળી રહ્યું છે, જ્યાં તેઓ રણભૂમિમાં અસુર સેનાનો સંહાર કરતા નજરે પડે છે.

 

સદીઓથી આપણે માતા સીતાને ત્યાગ, ધૈર્ય, કરુણા અને પવિત્રતાની મૂર્તિ તરીકે પૂજતા આવ્યા છીએ, ત્યારે તેમના આ ઉગ્ર રૂપ પાછળના પૌરાણિક તથ્યો જાણવા માટે વાલ્મીકી રામાયણથી લઈને 'અદ્ભુત રામાયણ' સુધીના ગ્રંથોની ચર્ચા વેગવંતી બની છે.

 

મહર્ષિ વાલ્મીકી રચિત મુખ્ય રામાયણમાં માતા સીતાના રણભૂમિમાં ઉતરવાના કોઈ પ્રત્યક્ષ પુરાવા નથી મળતા, પરંતુ શાક્ત પરંપરાના મહત્વપૂર્ણ ગ્રંથ 'અદ્ભુત રામાયણ' અનુસાર તેઓ સાક્ષાત્ આદિશક્તિ મહાકાળીનું સ્વરૂપ હતાં.

 

ગ્રંથમાં વર્ણિત કથા મુજબ રાવણ વઘ બાદ મહર્ષિ અગસ્ત્યએ અયોધ્યા આવીને રામને ચેતવ્યા હતા કે હજારો મુખ અને બે હજાર ભુજાઓ ધરાવતો 'સહસ્ર રાવણ' નામનો અસુર હજુ પણ જીવિત છે જે લંકાપતિ કરતા અનેકગણો શક્તિશાળી છે.

 

જ્યારે તે મહાબલી રાક્ષસ સામે યુદ્ધમાં ભગવાન શ્રી રામ પણ મૂર્છિત થઈ ગયા, ત્યારે સંકટની તે ઘડીમાં માતા સીતાએ પોતાના કોમળ સ્વભાવને ત્યાગીને મહાકાળીનું વિકરાળ રૂપ ધારણ કરી લીધું અને સહસ્ર રાવણનો અંત આણ્યો હતો.

 

શાસ્ત્રોમાં વર્ણિત આ કથાઓ દર્શાવે છે કે જરૂરિયાત ઊભી થવા પર નારી શક્તિએ હંમેશા અધર્મનો નાશ કરવા માટે શસ્ત્ર ધારણ કર્યા છે, જે સનાતન ધર્મના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને આદિશક્તિના પ્રભાવને ઉજાગર કરે છે.

(5:37 PM IST)